Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Savarkar Reminiscence: જિન્નાએ એવું તો શું કહ્યું કે સુભાષચંદ્ર બોઝ સાવરકરને મળવા પહોંચ્યા!

Subhash Chandra Bose - Savarkar meeting : વીર સાવરકરની પુણ્યતિથિ નિમિત્તે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથેની તેમની ઐતિહાસિક મુલાકાતની યાદ તાજી થઈ છે. ૧૯૪૦માં નેતાજી જ્યારે જિન્નાને હિંદુ-મુસ્લિમ એકતા માટે મળ્યા, ત્યારે જિન્નાએ તેમને સાવરકર પાસે મોકલ્યા હતા. જિન્નાએ સ્વીકાર્યું હતું કે સાવરકર જ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર ધરાવે છે. આ ઘટનાક્રમ બાદ નેતાજી સીધા મુંબઈમાં સાવરકર સદન પહોંચ્યા હતા.
savarkar reminiscence  જિન્નાએ એવું તો શું કહ્યું કે સુભાષચંદ્ર બોઝ સાવરકરને મળવા પહોંચ્યા
Advertisement

. ૨૨ જૂન, ૧૯૪૦ના રોજ Netaji Subhashchandra Bose  અને Veer Savarkar વચ્ચે દાદર ખાતે ગુપ્ત મંત્રણા થઈ હતી
. મોહમ્મદ અલી જિન્નાએ કોંગ્રેસના નેતાઓને બદલે સાવરકરને હિંદુ સમાજના સત્તાવાર નેતા ગણાવ્યા હતા
. સાવરકરના વિચારોથી ભગત સિંહ અને નેતાજી જેવા ક્રાંતિકારીઓ પ્રભાવિત હતા, જેનો ઉલ્લેખ તેમના સાહિત્યમાં મળે છે

આનંદ શુક્લ: સ્વતંત્રતા (Independence) જ્યોતને પ્રજ્વલિત કરવા માટે ઘણાંની જીવનજ્યોતિ તેમાં વિલીન થઈ છે. આ સ્વતંત્રતા જ્યોતને અખંડ રાખવામાં આંદોલન દરમિયાન જે સ્વતંત્રતાસેનાનીઓની ભૂમિકા હતી, તેમાં વિનાયક દામોદર સાવરકર (Vinayak Damodar Savarkar) ઉપાખ્ય વીર સાવરકર (Veer Savarkar) ની ભૂમિકા અનન્ય હતી. 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું 82 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક સંસ્મરણો યાદ કરવા જેવા છે.

Advertisement

Savarkar- એક ક્રાંતિકારી, વિચારક, લેખક, સ્વતંત્રતાસેનાની

આજના રાજકારણમાં વીર સાવરકર (Veer Savarkar) ને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે કે ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે તેમણે પોતાના વિચારો અને કતૃત્વથી અનેક સ્વતંત્રતાસેનાનીઓ અને ક્રાંતિકારીને પ્રેરણા આપી. તેમને બે કાળાપાણી-જન્મટીપની સજા અંગ્રેજી હુકૂમતે ફટકારી હતી. તેમ છતાં તેમણે અનેક કષ્ટો સહન કરીને ભારતમાતાને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરાવવાની ચળવળ ચાલુ રાખી.

Advertisement

અંગ્રેજોની કેદ-નજરકેદમાંથી મુક્ત થયા બાદ સાવરકર (Savarkar) હિંદુ મહાસભા (Hindu Mahasabha) ના અધ્યક્ષ બન્યા હતા અને મુંબઈમાં દાદર ખાતે સાવરકર સદનમાં રહેતા હતા. સાવરકરને ભારતીય રાજનીતિ (Indian Politics) ના મુખ્ય પ્રવાહમાંથી તિરસ્કૃત ગણવામાં આવતા હતા. પણ માન્યતા હકીકતથી વેગળી છે.

સાવરકરને મહાત્મા ગાંધીથી માંડીને નેતાજી સુભાષચંદ્ર બોઝ સુધીના નેતાઓ ઘણીવાર મળતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સંસ્થાપક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર (Dr. Keshavrao Baliram Hedgewar) થી માંડીને શહીદ-એ-આઝમ ભગત સિંહ (Bhagat Singh) સુધીના નેતાએ પોતાના જીવનકાળમાં કોઈને કોઈ સમયગાળામાં સાવરકરના વિચારો કે તેમના પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી છે. 1923માં સાવરકરનું હિંદુત્વ (Hindutva) અને 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ આ બંને પુસ્તકો આ શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચો : "Savarkar ને મળે બ્રિટિશ રત્ન!": કૉંગ્રેસે સાવરકરને ભારતરત્નની માંગ વખોડી

Subhash chandra Bose જ્યારે સાવરકરને મળ્યા...

આજે સાવરકર સંસ્મરણમાં તેમની સાથેની નેતાજી સુભાષચંદ્ર બોઝની મુલાકાતની વાત કરવી છે. 22 જૂન, 1940ના દિવસે નેતાજી સુભાષચંદ્રબોઝ અચાનક મુંબઈ ખાતેના દાદરમાં સાવરકર સદન પહોંચ્યા હતા. આ મુલાકાતની જાણકારી સાવરકરના નિકટવર્તી સાથીદારોને જ ખબર હતી. આ એવો સમયગાળો હતો કે જ્યારે મુસ્લિમ લીગ દ્વારા પાકિસ્તાન (Pakistan) ને લઈને દેશના મુસ્લિમોમાં ઉશ્કેરણીઓ થઈ રહી હતી. મુસ્લિમ લીગે 1940માં જ પાકિસ્તાન પ્રસ્તાવ પારીત કર્યો હતો.

આ ઘટનાક્રમમાં મુસ્લિમ લીગ (Muslim League) ના તત્કાલિન અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણા (Muhammad Ali Jinnah) ને સમજાવવા માટે મહાત્મા ગાંધીથી માંડીને ઘણાં નેતાઓ કોશિશ કરી રહ્યા હતા. આવી જ કોશિશ નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ કરી હતી. તેઓ મુંબઈમાં હિંદુ-મુસ્લિમ (Hindu - Muslim) ની એકતાના પ્રશ્નને હંમેશા માટે સુલજાવવા માટે આવ્યા હતા. સાવરકર સમગ્રના વોલ્યૂમ - 8ના પૃષ્ઠ ક્રમાંક 717 પર સુભાષચંદ્ર બોસ સાથેની અચાનક મુલાકાતની ઘટના વર્ણવવામાં આવી છે. તેમાં સાવરકરે ઉલ્લેખ કર્યો છે કે વૃત્તપત્રમાં તે સમયે વપરાયેલી ભાષા, જે મેં વાંચી, તેમાં કહ્યુ તો 'બૈ. જિન્નાને સમજવવા માટે તેઓ ગાંધીજીના પણ ચાર પગથી આગળ જવાના હતા.' (He was going to outbid Gandhiji.)

આ પણ વાંચો : Savarkar ને Bharat Ratna મળશે, તો પુરસ્કારની પ્રતિષ્ઠા વધશે : RSSના પ્રમુખ મોહન ભાગવત

સુભાચંદ્ર બોઝની Jinnah સાથેની વાતચીત

સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક- 717 પર આ વાતચીતનું વર્ણન સાવરકરે જ કર્યું છે. જે કંઈક આવું હતું. સાવરકરે આ વાતચીતનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે આ વૃત્તપત્રની ભાષાને છોડીએ તો નેતાજી સુભાષચંદ્ર બોઝે સાવરકર સાથેની મુલાકાતમાં હસતાં-હસતાં વાતચીતની શરૂઆત કરી.

સુભાષચંદ્ર બોઝે ઘટનાનું સાવરકરજી સાથે વર્ણન કરતા કહ્યુ કે અજી, હમણાં-હમણાં હું જિન્નાને મળીને આવ્યો છું. કેવી રીતે કહું ભાઈ, મજાની વાત. તેમણે મને પુછયું, મિ. સુભાષ બાબુ પરંતુ તમે કોના તરફથી આ સમજૂતીની વાતચીત કરવા માટે આવ્યા છો?

તેના જવાબમાં સુભાષબાબુએ કહ્યુ, કૉંગ્રેસ તરફથી.

જિન્નાએ તુરંત જવાબ આપ્યો, પરંતુ તમને તો કૉંગ્રેસે બહિષ્કૃત કર્યા છે.

સુભાષચંદ્ર બોઝ પરંતુ ફોરવર્ડ બ્લોકનો તો હું અધિકૃત નેતા છું ને? તેમના તરફથી હું બોલી શકું છું.

જિન્ના પરંતુ જો તમે મારી સાથે મુસ્લિમોના નેતા તરીકે હિંદુ-મુસ્લિમોની સમજૂતી માટે મળવા ચાહો છો, તો જ વાત કરવામાં તર્ક છે, કે જેને હિંદુઓનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે. શું તમારું ફોરવર્ડ બ્લોક પોતાને હિંદુ સંસ્થા ગણાવે છે?

સુભાષચંદ્ર બોઝે તાત્કાલિક ઉત્તર વાળ્યો, ના. તો પછી એક હિંદુ તરીકે હું હિંદુ-મુસ્લિમ સમજૂતીના વિષયમાં બોલવા ચાહું છું.

જિન્નાએ કહ્યુ તો પછી તમે પહેલા સાવરકરને જઈને મળો. તેઓ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ભાઈ, વ્યક્તિ-વ્યક્તિ સાથે ચર્ચા કરીને શું ફાયદો? સાવરકર આવશે તો આપણે કંઈક ચર્ચા કરીશું.

સાવરકર સદન પહોંચેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે વીર સાવરકરને કહ્યુ કે જિન્નાના આ શબ્દો સાંભળીને હું તેમના ઘરેથી નીકળીને સીધો તમારી પાસે આવી ગયો.

આ સાંભળીને સુભાષચંદ્ર બોઝ હસવા લાગ્યા અને પછી તેમણે વીર સાવરકરને કહ્યુ કે આમ પણ આ વખતે મારે તમારી પાસે આવવાનું જ હતું.

આ પણ વાંચો : નહેરુએ સાવરકરને ભારતરત્ન આપવાનો વિરોધ કેમ કર્યો હતો? પત્રોથી થયો ખુલાસો

Tags :
Advertisement

.

×