ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Savarkundla: 1 દેશ 1 ચૂંટણીનો સંદેશો વહેતો કરવાની નવતર પહેલ

ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરી
08:26 PM Jan 14, 2025 IST | SANJAY
ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરી
Savarkundla Kites fly @ Gujarat First

દેશભરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરી છે. જેમાં આજે પતંગોના પર્વમાં એક દેશ એક ચૂંટણીના સંદેશ સાથે સાવરકુંડલાના આકાશમાં પતંગો ચડી હતી. ધારાસભ્ય મહેશ કસવાળા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરીયા પણ 1 દેશ 1 ચૂંટણી લખેલી પતંગો ચગાવી હતી અને કાપ્યો છેના નાદ સાથે ઉતરાયણ પર્વની મજા માણી હતી.

ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરી

દેશભરમાં આજે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરીને 1 દેશ 1 ચૂંટણીનો સંદેશો વહેતો કરવાની નવતર પહેલ ઉત્તરાયણમાં કરી હતી. આજે પતંગોના પર્વમાં એક દેશ એક ચૂંટણીના સંદેશ સાથે સાવરકુંડલાના આકાશમાં પતંગો ચડી હતી. ધારાસભ્ય મહેશ કસવાળા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરીયા પણ 1 દેશ 1 ચૂંટણી લખેલી પતંગો ચગાવી હતી અને કાપ્યો છે ના નાદ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી.

ચૂંટણીઓને કારણે વિકાસના અવરોધને દૂર કરવાનો સંદેશ પતંગ પર્વ નિમિતે રાજનેતાઓએ આપ્યો

અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી વાળી પતંગો ચગાવી ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ લોકસભામાં કોંગ્રેસની લીડથી પતંગ કાપી નાખી હતી પણ સાંસદ ભરત સુતરીયાની ઉત્તરાયણમાં પતંગ કપાઈ ગઈ હતી છતાં બીજી પતંગ આકાશમાં ચગાવીને વિરોધીઓની પતંગ વટ ભેર કાપી નાખી હતી. એક દેશ એક ચૂંટણીનો સંદેશો સાથેના પતંગોત્સવના પર્વની ઉજવણી ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ ભરત સુતરીયાએ કરીને અવારનવાર આવતી ચૂંટણીઓને કારણે વિકાસના અવરોધને દૂર કરવાનો સંદેશ પતંગ પર્વ નિમિતે રાજનેતાઓએ આપ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: દારૂનું ગોડાઉન પકડાતા પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કર્યા

Tags :
1 Nation 1 ElectionGujaratGujarat First SavarkundlaGujarat NewsGujarati NewsGujarati Top NewsKites flyTop Gujarati News
Next Article