Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Savarkundla : SIR પ્રક્રિયામાં 8000 મતદારોના નામ કાઢવાનો વિરોધ : પ્રતાપ દુધાતે MLA કાર્યાલયે ફૂલ અર્પણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો

Savarkundla : વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ અંદાજે 8 હજાર મતદારોના નામ ફોર્મ નંબર 7 દ્વારા યાદીમાંથી કમી કરવાની કાર્યવાહી સામે તીવ્ર રાજકીય વિરોધ ઉભો થયો છે. આ કાર્યવાહીમાં વિવિધ જાતિ-સમાજના મતદારોના નામો સામેલ હોવાથી શહેર અને તાલુકામાં રાજકીય હવા ગરમાઈ ગઈ છે.
savarkundla   sir પ્રક્રિયામાં 8000 મતદારોના નામ કાઢવાનો વિરોધ   પ્રતાપ દુધાતે mla કાર્યાલયે ફૂલ અર્પણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો
Advertisement
  • Savarkundla : 8 હજાર મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી સામે રાજકીય ગરમાવો : કોંગ્રેસે કર્યો ઘેરાવ-રેલી
  • સાવરકુંડલા વિધાનસભામાં મતદાર યાદી વિવાદ : કોંગ્રેસે પ્રાંત અધિકારી કચેરી ઘેરાવી, આગામી આંદોલનની ચીમકી
  • 8 હજાર મતદારોના નામ કમીનો મામલો ગરમાયો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કર્યો ધરણા-રેલી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • સાવરકુંડલામાં SIR વિરોધ તીવ્ર : કોંગ્રેસે કહ્યું – મતાધિકારનું રક્ષણ થાય, યોગ્ય તપાસ વગર નામ ન કાઢાય

Savarkundla : વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ અંદાજે 8 હજાર મતદારોના નામ ફોર્મ નંબર 7 દ્વારા યાદીમાંથી કમી કરવાની કાર્યવાહી સામે તીવ્ર રાજકીય વિરોધ ઉભો થયો છે. આ કાર્યવાહીમાં વિવિધ જાતિ-સમાજના મતદારોના નામો સામેલ હોવાથી શહેર અને તાલુકામાં રાજકીય હવા ગરમાઈ ગઈ છે.

પ્રતાપ દૂધાતે નોંધાવ્યો અનોખો વિરોધ

કોંગ્રેસ પાર્ટીએ આ પ્રક્રિયાને લોકશાહી અને મતાધિકારના અધિકારોને નુકસાન પહોંચાડતી ગણાવી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ મુદ્દે સૌથી આગળ વધીને વિરોધની અગ્રેસર ભૂમિકા ભજવી છે. તેમણે સૌથી પહેલા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલયે પહોંચીને ત્યાં હાજર કાર્યકરો અને લોકોને ફૂલ અર્પણ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યવાહી શહેરમાં ખાસ ચર્ચાનો વિષય બની હતી.

Advertisement

કોંગ્રેસનો ઉગ્ર આંદોલન

ત્યારબાદ પ્રતાપ દુધાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક નાગરિકોને સાથે લઈને પ્રાંત અધિકારીની કચેરી તરફ રેલી યોજી હતી. રેલી દરમિયાન SIR પ્રક્રિયા દ્વારા મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી સામે નારાબાજી કરવામાં આવી હતી. રેલીના અંતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.

Advertisement

Savarkundla : 8000 નામો કમી કરવા ભરાયા ફોર્મ

RTI (માહિતીનો અધિકાર અધિનિયમ) હેઠળ મેળવેલી માહિતી અનુસાર સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સમાજ અને વર્ગના આશરે 8,000 મતદારોના નામો ફોર્મ-7 દ્વારા કમી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા યોગ્ય તપાસ વગર અને એકતરફી રીતે થઈ રહી છે, જેનાથી હજારો નાગરિકોના મતાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.આ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ પણ કર્યો હતો. પરિસ્થિતિ તંગ ન બને તે માટે તંત્ર દ્વારા કચેરી આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

કોંગ્રેસની નાગરિકોના માધિકારનું રક્ષણ કરવાની માંગણી

કોંગ્રેસે સ્પષ્ટ માંગણી કરી છે કે યોગ્ય તપાસ અને સુનાવણી વગર કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવામાં આવે. સાથે જ સામાન્ય નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરવામાં આવે. પાર્ટીએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.આ મામલે વિપક્ષી કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ વચ્ચે રાજકીય ટક્કર વધુ તીવ્ર બની રહી છે. સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ગરમાઈ શકે છે.

આ પણ વાંચો-Banaskantha : ભુવાજીની ગેરેન્ટી : “સોનું 30 હજારમાં વેચાશે” – જૂઓ વીડિયો

અહેવાલ- જૈનિક સોજિત્રા, અમરેલી

Tags :
Advertisement

.

×