Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Savli ભાજપમાં ભડકો, ટિકિટ ન મળતા મહિલા નેતા રડી પડ્યા, પદ પરથી આપ્યું રાજીનામું

સાવલીના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ વર્ષોથી વફાદાર રહેલા કાર્યકરોની આંખમાં આંસુ છે. ટિકિટ વિતરણના ગણિતમાં કંઈક એવું રંધાયું છે કે એક મજબૂત મહિલા નેતાએ પક્ષના હોદ્દાને ઠોકર મારી દીધી છે. આ વિવાદ માત્ર એક વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી, પણ સંગઠનની અંદરની અનેક વાતો તરફ ઈશારો કરે છે.
savli ભાજપમાં ભડકો  ટિકિટ ન મળતા મહિલા નેતા રડી પડ્યા  પદ પરથી આપ્યું રાજીનામું
Advertisement
  • Savli ભાજપમાં ટિકિટ મુદ્દે મોટો વિસ્ફોટ!
  • વોર્ડ નં. 5 માં ટિકિટ ન મળતા વૈશાલી પુરોહિતનો આક્રોશ
  • મહિલા મોરચાની મહામંત્રીએ પદેથી આપ્યું રાજીનામું
  • વર્ષોથી મહેનત કરવા છતાં અવગણના થતા રડી પડ્યા
  • ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો, કાર્યકરોમાં અસંતોષ
  • સાવલી નગરપાલિકામાં ઉમેદવારી પહેલા જ રાજકારણ ગરમાયું

સાવલી (Savli): ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં સત્તાધારી પક્ષ ભાજપ (BJP) માટે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. સાવલી નગરપાલિકાની ચૂંટણી (Savli Nagarpalika Election) માટે ઉમેદવારી પત્રો ભરાય તે પહેલા જ ટિકિટ વિતરણને લઈને આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 5 માં ટિકિટ ન મળતા ભાજપના મહિલા મોરચાના અગ્રણી નેતાએ પક્ષ સામે બાયો ચઢાવી છે.

વૈશાલી પુરોહિતનો આક્રોશ અને રાજીનામું

સાવલી ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલી પુરોહિતે પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર 5 માંથી ટિકિટની માંગણી કરવામાં આવી હતી, પરંતુ પક્ષે અન્ય કોઈ ઉમેદવારની પસંદગી કરતા વૈશાલી પુરોહિતનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી પક્ષ માટે પાયાનું કામ કરવા છતાં છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અન્યાયની લાગણી સાથે તેમણે મહિલા મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.

Advertisement

Advertisement

પક્ષ સામે ગંભીર આક્ષેપો અને ભાવુક દ્રશ્યો

રાજીનામું આપતી વખતે વૈશાલી પુરોહિત અત્યંત ભાવુક થઈ ગયા હતા અને કેમેરા સામે જ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મેં વર્ષોથી પક્ષના સંગઠન માટે લોહી-પરસેવો એક કર્યો છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વની વાત આવી ત્યારે મને સાઈડલાઈન કરવામાં આવી." આ ઘટનાને પગલે સાવલી ભાજપના સ્થાનિક સંગઠનમાં પણ બે ફાટા પડ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક કાર્યકરોમાં પણ અંદરખાને અસંતોષ વ્યાપી રહ્યો છે, જેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

આ પણ વાંચો :  પવન ખેડાને તેલંગાણા હાઈકોર્ટની રાહત, આસામ CM હિમંતા બિસ્વા સરમાની પત્ની પર આક્ષેપ કર્યા હતા

Tags :
Advertisement

.

×