ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SC કોલેજિયમ HC એડવોકેટ્સ એસોસિએશનના વિરોધમાં ના ઝૂક્યું, જસ્ટિસ Sandeep Bhatt ની MP હાઇકોર્ટમાં બદલી

આખરે ભારત સરકારે આ ભલામણને મંજૂરી આપી દીધી છે, જેના કારણે જસ્ટિસ Sandeep Bhatt ની બદલી અમલમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ, સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને સી.એમ.રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફરનો આદેશ જારી કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના વિરોધ સામે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જરા પણ નમતું ન જોખીને પોતાની કામગીરી કડકાઇપૂર્વક પાર પાડી છે, જણાવી દઈએ કે, આ નિર્ણય પછી હાઇકોર્ટના વકીલોની હડતાલ ઉપર પણ પાણી ફરી વળ્યું છે
10:59 PM Oct 14, 2025 IST | Mujahid Tunvar
આખરે ભારત સરકારે આ ભલામણને મંજૂરી આપી દીધી છે, જેના કારણે જસ્ટિસ Sandeep Bhatt ની બદલી અમલમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ, સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને સી.એમ.રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફરનો આદેશ જારી કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના વિરોધ સામે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જરા પણ નમતું ન જોખીને પોતાની કામગીરી કડકાઇપૂર્વક પાર પાડી છે, જણાવી દઈએ કે, આ નિર્ણય પછી હાઇકોર્ટના વકીલોની હડતાલ ઉપર પણ પાણી ફરી વળ્યું છે

Sandeep Bhatt ની બદલી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA)ના તીવ્ર વિરોધ અને લેખિત રજૂઆતોની અવગણના કરીને બદલીની ભલામણ કરી છે. આખરે ભારત સરકારે આ ભલામણને મંજૂરી આપી દીધી છે, જેના કારણે જસ્ટિસ ભટ્ટની બદલી અમલમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ, સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને સી.એમ.રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફરનો આદેશ જારી કર્યો છે. જસ્ટીસ સી.એમ.રોયને તેમની પેરેન્ટ હાઈકોર્ટ એટલે કે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યાંથી તેમની નવેમ્બર 2023માં ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલી

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 25 અને 26 ઓગસ્ટ 2025ની બેઠકોમાં 14 હાઇકોર્ટ જજોની બદલીની ભલામણ કરી હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટમાંથી જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ સી.એમ. રોયને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં બદલવાનો પ્રસ્તાવ હતો. GHAAએ આ નિર્ણય વિરુદ્ધ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવાઈને લેખિત રજૂઆત કરી હતી. એસોસિએશને કહ્યું કે, જસ્ટિસ ભટ્ટ 2021માં જજ તરીકે નિમણૂક થયા પછી માત્ર ચાર વર્ષમાં 19,000થી વધુ કેસોનું નિરાકરણ કર્યું છે. GHAAએ આ બદલીને 'સ્ટીગ્મેટિક' (અપમાનજનક) ગણાવીને કહ્યું કે, આવી બદલીઓ જજોની પ્રતિષ્ઠા અને ન્યાયિક વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો- Botad ઘર્ષણ પછી AAP MLA ઈટાલીયાનો પ્રહાર : “સભામાં સ્થાનિકો નહોતા તો પોલીસે કેમ સ્થાનિક લોકો પર હુમલો કર્યો?”

HC વકીલોનો વિરોધ કામ ન આવ્યો

જસ્ટિસ સંદીપ ભટ્ટ, જે 1993માં રાજકોટ જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી અને 1994માં ગુજરાત હાઇકોર્ટમાં આવ્યા તેમની નિમણૂક 2021માં જજ તરીકે થઈ હતી. તેઓ તાજેતરમાં હાઇકોર્ટ રજિસ્ટ્રી વિરુદ્ધ કડક અભિગમ અપનાવવા માટે જાણીતા થયા છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનએ (GHCAA) ઓગસ્ટ મહિનામાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટના પ્રસ્તાવિત ટ્રાન્સફરનો વિરોધ કરતા કોર્ટ કાર્યવાહીનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનએ (GHCAA) ઓગસ્ટ મહિનામાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટના પ્રસ્તાવિત ટ્રાન્સફરનો વિરોધ કરતા કોર્ટ કાર્યવાહીનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. 500થી વધુ વકીલોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવાના પ્રયાસો માટે જાણીતા જસ્ટીસ ભટ્ટે કોર્ટ રજિસ્ટ્રીમાં સીસીટીવી કેમેરા લગાવવાનો અને રજિસ્ટ્રી કામગીરીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે GHAAના વિરોધ સામે ઝૂક્યું નહીં

ભટ્ટની બદલીના વિરોધમાં GHAAએ 26 ઓગસ્ટથી અનિશ્ચિત સમયની હડતાળ જાહેર કરી હતી. વકીલોએ કહ્યું કે, "જસ્ટિસ ભટ્ટની અખંડિતતા અને નિષ્પક્ષ ચુકાદાઓ તેમના માટે પ્રેરણારૂપ છે.  પારદર્શક કારણ વિના જજો અને વકિલોના મનોબળને નુકસાન પહોંચાડે છે." કોલેજિયમના આ નિર્ણય પછી GHAAએ CJIને ફરીથી અપીલ કરી હતી કે બદલી પર પુનર્વિચાર કરવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે GHAAના વિરોધ સામે ઝૂક્યું નહીં અને ભારત સરકારે ભલામણને મંજૂરી આપી દીધી છે. આ બદલીથી ન્યાયિક વ્યવસ્થામાં પારદર્શિતા અને જજોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થઈ શકે છે.

આ નિર્ણય ગુજરાતના કાનૂની વર્તુળોમાં તોફાન લાવી દીધું છે, અને GHAAએ વધુ કાર્યવાહીની યોજના બનાવી છે. જસ્ટિસ ભટ્ટની બદલીને લઈને વાર્તાઓ ચાલી રહી છે કે તેમના રજિસ્ટ્રી વિરુદ્ધના અભિગમને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં આવા વિવાદો વધ્યા છે, જે ન્યાયિક સુધારણાની જરૂરિયાતને દર્શાવે છે.

આ પણ વાંચો- અમદાવાદના Chandkheda ના યુવકની હત્યા, થરાદની મુખ્ય કેનાલમાં મળ્યો મૃતદેહ

Tags :
#GHAAProtest#GujaratBreaking#JudgeChange#JusticeSandeepBhatt#SupremeCourtCollegiumGujaratFirstGujaratHighCourt
Next Article