આપણા સૌના પ્રિય બટાકાનો વંશવેલો શોધી કાઢતા વૈજ્ઞાનિકો, જાણો કેવી રીતે થયો જન્મ
- વૈજ્ઞાનિકોએ બટાકાનું ઉત્પત્તિ સ્થાન જાણવા રિસર્ચ કર્યું
- ટામેટા અને જંગલી બટાકાનું મિલન થતા હાલ મળતા બટાકાનો જન્મ થયો
- આ પરિણામો 31 જુલાઈ 2025 ના રોજ સેલ નામના જર્નલમાં પ્રકાશિત થયા
POTATO BIRTH AND FAMILY : બટાકા (POTATO) આપણી થાળીનો પ્રિય અને અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, તેની એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી છે ! કદાચ અત્યાર સુધી તમે આ વાત ક્યારેય સાંભળી નહીં હોય, પરંતુ આજે અમે તમને બટાકાના સમગ્ર વંશની (FAMILY TREE) વાત કહેવા જઈ રહ્યા છીએ. જો કે, આ વાત બટાકા (POTATO) પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો દ્વારા ઉજાગર કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો ()SCIENCE RESEARCH ON POTATO એ તાજેતરમાં જ શોધી કાઢ્યું છે કે, બટાકાનો જન્મ કેવી રીતે થયો છે. દરમિયા સૌથી આશ્ચર્યજનક વાત એ સામે આવી કે, આજે આપણે જે બટાકા ખાઈએ છીએ તેના "માતાપિતા" ટામેટા અને એક જંગલી બટાકા છે.
આ રીતે બટાકાનો જન્મ થયો
લગભગ 80 થી 90 લાખ વર્ષ પહેલાં, પૃથ્વી પર એક પ્રજાતિ હતી જે ન તો સંપૂર્ણપણે ટામેટા હતી કે ન તો બટાકા. જ્યારે આ બંને મળ્યા ત્યારે બટાકાનો જન્મ થયો હતો. વૈજ્ઞાનિકો કહે છે કે, બટાકાનો જન્મ ત્યારે થયો, જ્યારે ટામેટાંના પૂર્વજો એટ્યુબેરોસમ નામની જંગલી બટાકાની પ્રજાતિ સાથે "મિલન" કર્યું હતું. આ એટ્યુબેરોસમ મધ્ય ચિલીમાં મળી આવ્યું હતું. જ્યારે આ બંને મળ્યા ત્યારે તેમના જનીનો ભેગા થઈને એક નવો છોડ બનાવ્યો, જેને આપણે આજે બટાકા કહીએ છીએ.
બટાકાની માતા ટામેટા છે અને પિતા એટ્યુબેરોસમ છે
શેનઝેનના કૃષિ જીનોમિક્સ સંસ્થાના પ્રોફેસર સાનવેન હુઆંગે આ સંશોધનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે "ટામેટા તેની માતા છે અને એટ્યુબેરોસમ તેનો પિતા છે!" પરંતુ આ પિતા એટ્યુબેરોસમ એટલે, આજના બટાકાથી તદ્દન અલગ છે. જો તમે બહારથી જુઓ તો, બંને થોડા સરખા દેખાય છે, પરંતુ એટ્યુબેરોસમ પાતળી દાંડી ધરાવે છે અને તેમાં બટાકાની જેમ સ્ટાર્ચ ભરેલા કંદ નથી.
બટાકા આટલા ખાસ કેવી રીતે બન્યા ?
જ્યારે ટામેટા અને એટ્યુબેરોસમનું મિશ્રણ કરવામાં આવ્યું હતું, ત્યારે બટાકાને કેટલાક ખાસ ગુણધર્મો મળ્યા હતા. આ નવા બટાકા મુશ્કેલ હવામાન અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે છે. તેનો કંદ (એટલે કે બટાકા) પાણી અને પોષક તત્વોનો સંગ્રહ કરી શકે છે, જે ટામેટા અથવા એટ્યુબેરોસમમાં ન્હોતો. આ જ કારણ છે કે, બટાકા સમગ્ર વિશ્વમાં ફેલાયા અને એટલા લોકપ્રિય બન્યા છે. એટલું જ નહીં, બટાકા એટલા અનોખા બન્યા કે, તે હવે તેના "માતાપિતા" ની જેમ પ્રજનન કરી શકતા નથી. આ રીતે બટાકા એક સંપૂર્ણપણે નવી પ્રજાતિ બની ગયા, જેને વૈજ્ઞાનિકો પેટેટો ગણાવે છે.
આ બધું કેવી રીતે શોધાયું ?
વૈજ્ઞાનિકોએ ટામેટાં અને બટાકાના જનીનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે જોયું કે ટામેટાં, બટાકા અને ટ્યુબરોઝમ એક જ છોડ પરિવારના છે, જેમાં રીંગણ અને તમાકુનો પણ સમાવેશ થાય છે. પરંતુ ટામેટાં અને બટાકાના જનીનો સૌથી નજીકના હતા. આ સંશોધન દર્શાવે છે કે, બે અલગ અલગ પ્રજાતિઓને મિશ્રિત કરીને કંઈક સંપૂર્ણપણે નવું બનાવી શકાય છે. આ પરિણામો 31 જુલાઈ 2025 ના રોજ સેલ નામના જર્નલમાં પ્રકાશિત થયા હતા.
આ પણ વાંચો ---- Health Tips : બેસ્ટ ડાયજેશન અને વેટ લોસ કરવા માટે વહેલી સવારે હળદર અને જીરાવાળું પાણી પીવો


