China SCO Summit: PM મોદી-જિનપિંગ-પુતિનની મિત્રતા, આ તસવીરો ટ્રમ્પનું બ્લડ પ્રેશર વધારી શકે છે!
- China SCO Summit: ચીનના તિયાનજીનમાં SCO નેતાઓની બેઠક
- PM મોદી, રાષ્ટ્રપતિ જિનપિંગ, રાષ્ટ્રપતિ પુતિન હાજર
- SCOના મંચ પર દેખાઈ ટ્રાયો ડિપ્લોમેસીની તસવીર
- સભ્ય દેશોના હિત અને પડકારો અંગે બેઠકમાં ચર્ચા
- થોડીવારમાં SCO સમિટને સંબોધશે PM મોદી
China SCO Summit: ચીનના તિયાનજીનમાં SCO નેતાઓની બેઠક થઇ રહી છે. જેમાં PM મોદી, રાષ્ટ્રપતિ જિનપિંગ, રાષ્ટ્રપતિ પુતિન હાજર છે. તેમજ SCOના મંચ પર ટ્રાયો ડિપ્લોમેસીની તસવીર દેખાઈ છે. સભ્ય દેશોના હિત અને પડકારો અંગે બેઠકમાં ચર્ચા થશે. તેમજ થોડીવારમાં SCO સમિટને PM મોદી સંબોધશે.
ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 25મી સમિટ શરૂ
ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 25મી સમિટ શરૂ થઈ ગઈ છે. રવિવારે રાત્રે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આયોજિત રાત્રિભોજન સાથે સમિટની ઔપચારિક શરૂઆત થઈ છે. આ પછી, સોમવારે સવારે SCO સમિટ યોજાઈ રહી છે. આ સમિટમાં વિશ્વના મોટા નેતાઓ પોતાના વિચારો રજૂ કરશે. પીએમ નરેન્દ્ર મોદી SCO સમિટને પણ સંબોધિત કરશે. SCO સમિટ પછી, મોદી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે.
China SCO Summit:
- ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય રાષ્ટ્રપ્રમુખો ગ્રુપ ફોટો માટે ભેગા થયા. આ દરમિયાન, નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. ખાસ કરીને પુતિન, મોદી અને જિનપિંગે લાંબા સમય સુધી કંઈક ચર્ચા કરી.
- ચીનના તિયાનજિનમાં SCO સમિટ સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉષ્માભર્યા મળ્યા. વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદીએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું.
-આ વર્ષની સમિટ 10 સભ્યોના જૂથનો સૌથી મોટો કાર્યક્રમ છે. ચીને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સહિત 20 વિદેશી નેતાઓને આમંત્રણ આપ્યું છે. 10 સભ્યોના જૂથના નેતાઓ આમંત્રિત નેતાઓ સાથે SCO સમિટને સંબોધિત કરશે.
-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર નવા ટેરિફ લાદવાની પૃષ્ઠભૂમિ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ બેઠક સંબંધો માટે એક નવો બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.
-જિનપિંગે કહ્યું છે કે તમામ પક્ષોના સંયુક્ત પ્રયાસોથી સમિટ સફળ થશે. SCO ચોક્કસપણે વધુ મોટી ભૂમિકા ભજવશે. તે સભ્ય દેશોમાં એકતા અને સહયોગને પ્રોત્સાહન આપવામાં વધુ યોગદાન આપશે.