ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SCO Summit : મોદી-પુતિન સાથે હસતાં હસતાં આગળ વધ્યા,શાહબાઝ શરીફ જોતા રહ્યા,જુઓ વીડિયો.

SCO સમિટમાં બંને નેતાઓ એકબીજાનું સ્વાગત  કર્યું (SCO Summit) મુલાકાત દરમિયાન બંનેએ દ્વિપક્ષીય વેપાર બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા પાક PM શાહબાઝ શરીફ જોતા રહ્યા SCO Summit : ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ  (SCO Summit)દરમિયાન વડાપ્રધાન...
05:10 PM Sep 01, 2025 IST | Hiren Dave
SCO સમિટમાં બંને નેતાઓ એકબીજાનું સ્વાગત  કર્યું (SCO Summit) મુલાકાત દરમિયાન બંનેએ દ્વિપક્ષીય વેપાર બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા પાક PM શાહબાઝ શરીફ જોતા રહ્યા SCO Summit : ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ  (SCO Summit)દરમિયાન વડાપ્રધાન...
Modi Putin meeting

SCO Summit : ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ  (SCO Summit)દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની ઉષ્માભરી મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યું છે.આ સમિટમાં જ્યારે મોદી, પુતિન,ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય નેતાઓ ગ્રુપ ફોટો માટે સ્ટેજ પર ઉભા હતા, ત્યારે મોદી અને પુતિનની નિકટતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

બંને નેતાઓ હસતા-હસતા એકબીજાનું સ્વાગત કર્યું (SCO Summit)

બંને નેતાઓ હસતા-હસતા એકબીજાનું સ્વાગત કરી રહ્યા હતા અને સાથે આગળ વધી રહ્યા હતા.આ દરમિયાન,પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ નજીકમાં ઉભા હતા,પરંતુ તેમની સામે આ બંને નેતામાંથી કોઈએ જોયું નહીં અને આગળ વધી ગયા હતા.જેનો વીડિયો પણ સામે આવ્યો છે.જણાવી દઈએ કે, આ વખતની SCO સમિટમાં પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ, આતંકવાદ વિરુદ્ધ લડાઈ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.ભારત આ પ્લેટફોર્મનો ઉપયોગ મધ્ય એશિયા અને પડોશી દેશો સાથે સંબંધો મજબૂત કરવા માટે કરી રહ્યું છે.મોદી અને પુતિનની મુલાકાત આ દિશામાં એક મહત્વનું પગલું હતું.

આ પણ  વાંચો -Afghanistan Earthquake : ભૂકંપને કારણે મોટું નુકસાન, 800થી વધુ લોકોના મોત

મુલાકાત દરમિયાન બંનેએ દ્વિપક્ષીય વેપાર

બંને નેતાઓએ ભારત-રશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન બંનેએ દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર હાલમાં 60 અબજ ડોલરની આસપાસ છે, અને બંને દેશો 2030 સુધીમાં આ આંકડો 100 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.

આ પણ  વાંચો -China SCO Summit: PM મોદી-જિનપિંગ-પુતિનની મિત્રતા, આ તસવીરો ટ્રમ્પનું બ્લડ પ્રેશર વધારી શકે છે!

બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા

મોદી અને પુતિનની આ ગરમજોશી ભારત-રશિયા સંબંધોની મજબૂતીનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા, ખાસ કરીને સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી, વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ યુક્રેન-રશિયા સંઘર્ષ અને વૈશ્વિક ભૌગોલિક રાજનીતિ પર પણ ચર્ચા કરી હતી, જેમાં ભારતે શાંતિ અને સંવાદની હિમાયત કરી હતી. SCO જેવા પ્લેટફોર્મ પર આવી મુલાકાતો ભારતની બહુપક્ષીય રાજનીતિ અને વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે.

Tags :
Gujrata FirstHiren daveIndia-China relationsModi Putin meetingPakistan international relationsPM Modi ignores SharifSCOSCO Summit Tianjin
Next Article