Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

132 વર્ષ પછી દીવાલમાં દટાયેલી બોટલ સાથે રહસ્યમય પત્ર મળી આવ્યો

Scottish lighthouse 132-year-old bottle : Lighthouse ની જાળવણીની ટીમ માટે આ પત્ર ચોંકાવનારો
132 વર્ષ પછી દીવાલમાં દટાયેલી બોટલ સાથે રહસ્યમય પત્ર મળી આવ્યો
Advertisement
  • રક્ષકોએ ખાસ સંદેશ લખીને બોટલમાં ચિઠ્ઠી તરીકે મૂક્યો
  • Lighthouse ની જાળવણીની ટીમ માટે આ પત્ર ચોંકાવનારો
  • 15 સપ્ટેમ્બર 1892 ના રોજ આ પત્ર લખવામાં આવ્યો

Scottish lighthouse 132-year-old bottle : હાલમાં, Scotland માં એક ઐતિહાસિક Lighthouse ની સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે. આ કાર્ય દરમિયાન એક બોટલ મળી આવી હતી. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 132 વર્ષ જૂની છે. તે ઉપરાંત આ બોટલમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. તો ચિઠ્ઠીમાં જે વાંચવા મળ્યું હતું, તે જાણીને સૌ લોકો ચોંકી ગયા હતા. કારણ કે... તેમાંથી આજના કામ સાથે સંબંધિત કાર્યોની માહિતી મળી હતી.

રક્ષકોએ ખાસ સંદેશ લખીને બોટલમાં ચિઠ્ઠી તરીકે મૂક્યો

તો 36 વર્ષના રોસ રસેલ નામના વ્યક્તિએ આ બોટલે શોધી કાઠી હતી. તેના કારણે સનસની ફેલાઈ ગઈ છે. તો રોસ રસેલ પણ આ બોટલમાંથી મળેલી ચિઠ્ઠીમાં જે લખવામાં આવ્યું હતું, તે વાંચીને ચોંકી ગઈ છે. તો રસેલ અને તેમની ટીમ કિર્કકોલમમાં આવેલા કોર્સવોલ Lighthouse માં રિનોવેશનની કામગીરી શરૂ કરી હતી. ત્યારે તેમણે Lighthouse માં આવેલી એક દીવાલમાંથી આ બોટલ મળી આવી હતી. તો આ Lighthouse ને 1817 માં બનાવવામાં આવ્યું હતું. તો આ બોટલમાં Lighthouse ના રક્ષકોએ એક ખાસ સંદેશ લખીને બોટલમાં ચિઠ્ઠી મૂકી હતી. તો આ ચિઠ્ઠીમાં હાલમાં Lighthouse માં જે લાલટેન માટે કામ કરવામાં આવી રહ્યું છે, તેની માહિતી શેર કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: આ રીતે સામાન્ય AI ટૂલ બનાવીને કમાણી કરી શકો છો દર મહિને લાખોની

Advertisement

15 સપ્ટેમ્બર 1892 ના રોજ આ પત્ર લખવામાં આવ્યો

સપ્ટેમ્બર 1892 માં આ બોટલની અંદર મૂકવામાં આવેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, આ ફાનસ જે વ્યક્તિઓ દ્વારા સ્થાપિત તૈયાર કરવામાં આવ્યું છે. તેમના નામ લખવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ફાનસને 15 સપ્ટેમ્બર 1892 ના રોજ સૌ પ્રથમવાર પ્રજ્વલિત કરાયું હતું. તો આ સમયે જે વ્યક્તિઓ હાજર હતાં, તેમના પણ નામ અહીંયા નામાંકિત કરવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓ પેઢીના એન્જિનિયર હતા.

Lighthouse ની જાળવણીની ટીમ માટે આ પત્ર ચોંકાવનારો

એન્જિનિયરોના જૂથે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી આ પત્ર લખ્યો, જેને પૂર્ણ કરવામાં સમગ્ર ઉનાળો લાગ્યો હતો. ત્યારપછી તેણે આ નોટને કાચની જૂની બોટલમાં કોર્કથી ભરીને મરીન નેવિગેશન સ્ટેશનની દિવાલની અંદર એક ગેપમાં મૂકી દીધી. જ્યાં આ પત્ર અત્યાર સુધી અદ્રશ્ય હતો. Lighthouse ની જાળવણીમાં લાગેલી ટીમ માટે આ પત્ર ચોંકાવનારો હતો. તેને લાગ્યું કે આ પત્ર તેના માટે જ લખાયો છે. રસેલે કહ્યું કે પત્રમાં વર્ણવેલ સાધનો પર કામ કરતી વખતે આ નોંધ મળી આવવી એ એક વિચિત્ર સંયોગ હતો.

આ પણ વાંચો: Kanwal Aftab MMS થયો લીક, ચોથી પાક. ઈનફ્લુએન્સરનો વીડિયો થયો વાયરલ

Tags :
Advertisement

.

×