SEBI Raid માં અમદાવાદના કંપની સેક્રેટરી સાથે ત્રિપુટી ઝપટમાં આવી
SEBI Raid : દેશમાં શેર બજારના અનેક જાદુગરો કાર્યરત છે અને તેમના કેટલાંક અમદાવાદમાં છે. ભૂતકાળમાં Ahmedabad City માં અનેક વખત SEBI Raid આવી ચૂકી છે. આ વખતે સેબીએ અમદાવાદમાં પાડેલા દરોડામાં બજારના ખેલાડીઓ માટે કામ કરતો કંપની સેક્રેટરી...
Advertisement
SEBI Raid : દેશમાં શેર બજારના અનેક જાદુગરો કાર્યરત છે અને તેમના કેટલાંક અમદાવાદમાં છે. ભૂતકાળમાં Ahmedabad City માં અનેક વખત SEBI Raid આવી ચૂકી છે. આ વખતે સેબીએ અમદાવાદમાં પાડેલા દરોડામાં બજારના ખેલાડીઓ માટે કામ કરતો કંપની સેક્રેટરી ઝપટમાં આવ્યો છે. SEBI ની અનેક ટીમોએ બે દિવસમાં અનેક ઠેકાણે અમદાવાદમાં દરોડા પાડ્યાં છે. પમ્પ એન્ડ ડમ્પ સ્કિમ (Pump and Dump Scheme) થકી અબજો રૂપિયા ઘર ભેગાં કરનારી ટોળકીમાં કોણ-કોણ છે સામેલ ? વાંચો આ અહેવાલ...
ગુજરાતમાં ત્રણ મહિનામાં બીજી વખત SEBI Raid
અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક વખત SEBI Raid પડી ચૂકી છે. સેબી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઢગલાબંધ વખત ગુજરાતમાં દરોડા પાડી ચૂકી છે. ગત માર્ચ મહિનામાં વર્ષ 2016ની બેચના IPS રવીન્દ્ર પટેલ (Ravindra Patel) અને તેમના પરિવારજનો સેબીની ઝપટમાં આવ્યાં હતા. ખોખા કંપનીના શેરોના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવીને રોકાણકારોને ચોંધાર આંસુએ રોવડાવનારી ટોળકી અંગે હાલમાં SEBI તપાસ ચલાવી રહી છે.
કંપની સેક્રેટરી અજીત ત્રિપુટીની સાથે લપેટાયા
ગત બુધવાર સવારથી સેબીના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ પશ્ચિમ અમદાવાદમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. સંજય, પથિક અને નિકુંજ નામના શખ્સો ઉપરાંત કંપની સેક્રેટરી અજીત (Company Secretary Ajit) દરોડામાં સપડાયા છે. પમ્પ એન્ડ ડમ્પ સ્કિમ (Pump and Dump Scheme) ચલાવી લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ઘર ભેગાં કરનારી ટોળકી સેબીની ઝપટમાં આવી છે. બે દિવસ ચાલેલા દરોડામાં Team SEBI એ અનેક મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે.
આ પણ વાંચો -Gujarat : બેનંબરી હેરાફેરી માટે રેલ માર્ગ સસ્તો અને સરળ, એજન્સીએ IMFL ના જથ્થા સાથે પાંચને પકડ્યા
ત્રિપુટીનો બોસ રાજકોટનો હિતેશ
શેર બજારના કૌભાંડ (Stock Market Scam) આચરી રાજકોટનો હિતેશ આજે કરોડો /અબજોમાં રમતો થઈ ગયો છે. બજારનો આ એક એવો ખેલાડી છે જે દુબઈ બેસીને ભારતમાં આર્થિક કૌભાંડો આચરી રહ્યો છે. SEBI Raid માં સપડાયેલી ત્રિપુટી સંજય, પથિક અને નિકુંજ Dubai બેસેલા હિતેશના ઇશારે સમગ્ર કૌભાંડ આચરતા હોવાની વાત સામે આવી છે.