Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો આજના કાર્યક્રમોની વિગત
- આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં રહેશે હાજર
- ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
- IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં હાજર રહેશે. તથા ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તથા IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે તથા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારી ગણ સાથે સંવાદ કરશે.
જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના કાર્યક્રમોની વિગત:
કાર્યક્રમ 1 ( જાહેર કાર્યક્રમ ) - સહકારી મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત સમારોહ
સમય - 10.45 કલાકે
સ્થળ - અમૂલ ડેરી, આણંદ
કાર્યક્રમ 2 ( જાહેર કાર્યક્રમ ) - ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના નવીન કાર્યાલયનું ઉદ્ધાટન
સમય - બપોરે 1.35 કલાકે
સ્થળ - વડોદરા હાઈવે, વઘાસી, આણંદ
કાર્યક્રમ 3 - રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની પેટા કંપની IDMC LTD દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમ
સમય - બપોરે 1.55 કલાકે
સ્થળ - વિઠ્ઠલ ઉદ્યોગનગર, આણંદ
કાર્યક્રમ 4 - રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવીન કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ
સમય - બપોરે 2.10 કલાકે
સ્થળ - જાગનાથ મહાદેવ પાસે , આણંદ
કાર્યક્રમ 5 - રાષ્ટીય ડેરી વિકાસ બોર્ડના અધિકારીગણ સાથે સંવાદ
સમય - બપોરે 2.30 કલાકે
સ્થળ - સરદાર પટેલ બોર્ડ રૂમ, NDDB, આણંદ
આ પણ વાંચો: Gujarati Top News : આજે 6 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?