ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં બંધારણ દિવસની ઉજવણી એ આતંકીઓના મોઢા પર 'તમાચો' - PM મોદી

બંધારણ દિવસના અવસર પર PM મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બંધારણ દિવસે PM મોદીએ સુપ્રીમ કોર્ટમાં સંબોધન આપ્યું PM એ તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી આજે બંધારણ દિવસના અવસર પર PM મોદી સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા અને અહીં...
07:23 PM Nov 26, 2024 IST | Dhruv Parmar
બંધારણ દિવસના અવસર પર PM મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બંધારણ દિવસે PM મોદીએ સુપ્રીમ કોર્ટમાં સંબોધન આપ્યું PM એ તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી આજે બંધારણ દિવસના અવસર પર PM મોદી સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા અને અહીં...
  1. બંધારણ દિવસના અવસર પર PM મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
  2. બંધારણ દિવસે PM મોદીએ સુપ્રીમ કોર્ટમાં સંબોધન આપ્યું
  3. PM એ તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

આજે બંધારણ દિવસના અવસર પર PM મોદી સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા અને અહીં સંબોધન કર્યું. PM એ તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે એમ પણ કહ્યું કે, ભારતના બંધારણ અને બંધારણ સભાના તમામ સભ્યોને આદરપૂર્વક નમન કરું છું. વધુમાં તેમણે મુંબઈ હુમલાની વરસીનો પણ ઉલ્લેખ કર્યો. PM એ કહ્યું કે, આપણે એ ભૂલી શકીએ નહીં કે આજે મુંબઈ હુમલાની વરસી છે, હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણા બંધારણે રસ્તો બતાવ્યો...

PM એ વધુમાં કહ્યું કે, બાબા સાહેબ જે પીડિતની વાત કરતા હતા તે ખૂબ મહત્વપૂર્ણ છે. આપના બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે, ભારતની આકાંક્ષાઓ નવી ઉંચાઈઓ પર પહોંચશે. છેલ્લા 75 વર્ષમાં દેશે જે પડકારોનો સામનો કર્યો છે તેનો માર્ગ આપણા બંધારણે બતાવ્યો છે. આ દરમિયાન ઈમરજન્સી પણ આવી ગઈ. જમ્મુ-કાશ્મીરમાં આજે પ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી દેશમાં આર્થિક અને સામાજિક સમાનતા લાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. 10 વર્ષમાં 4 કરોડ લોકોને મકાન મળ્યા છે.

આ પણ વાંચો : જો આવું નહીં થાય તો કોંગ્રેસ ચલાવશે દેશવ્યાપી અભિયાન, કોંગ્રેસ અધ્યક્ષની જાહેરાત...

મૂળ નકલમાં શ્રી રામ અને માતા સીતાનું ચિત્ર...

PM એ કહ્યું કે, બંધારણમાં આપની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. મોટા સંકલ્પો પૂરા કરવાનો આ સમય છે. બંધારણની મૂળ નકલમાં શ્રી રામ અને માતા સીતાની તસવીરો છે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ કાયદો લાવવામાં આવ્યો હતો. ક સમય હતો જ્યારે વરિષ્ઠ નાગરિકોને પેન્શન લેવા માટે બેંકમાં જવું પડતું હતું અને સભીત કરવું પડતું હતું કે તેઓ જીવિત છે, આજે કામ ઘરે બેસીને થાય છે. દેશના લોકોને 5 લાખ રૂપિયા સુધીનો મફત વીમો આપવામાં આવે છે.

આ પણ વાંચો : Cyclone Fengal મોટાપાયે વિનાશ લાવશે?, IMD એ જાહેર કર્યું અપડેટ...

મોદીએ કટાક્ષ કર્યો...

મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, બંધારણે મને જે કામ આપ્યું છે તે પ્રમાણે મેં કામ કર્યું છે. મેં મારી સત્તાની મર્યાદામાં રહીને મારી જવાબદારીઓ પૂરી કરી છે. મેં કોઈના અધિકારક્ષેત્રમાં અતિક્રમણ કર્યું નથી. આવા સમયે, એક સંકેત પૂરતો છે. આનાથી વધુ હું કશું કહીશ નહીં... આભાર.

આ પણ વાંચો : Rahul Gandhi ના કાર્યક્રમમાં થયું એવું કે મચ્યો હોબાળો... Video

Tags :
75th year of the Indian Constitutionanniversary of the terror attackConstitution Day celebrationGujarati NewsIndiaMumbai terror attackNationalpm modiSupreme Court
Next Article