Rajkot: ભાજપના કોર્પોરેટર અને પૂર્વ TP ચેરમેન પર ગંભીર આક્ષેપ, ગેરકાયદે બાંધકામ તોડી પડાયા બાદ કર્યો આક્ષેપ
- રાજકોટના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ TP ચેરમેન પર ગંભીર આક્ષેપ
- કારખાનેદારે કોર્પોરેટર નરેન્દ્ર ડવે રૂપિયા પડાવ્યા હોવાનો કર્યો આક્ષેપ
- કારખાનેદારનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયા બાદ કર્યો આક્ષેપ
- નરેન્દ્ર ડવે બાંધકામ ન તોડવા દેવા માટે 4 લાખ રૂપિયા લીધાનો દાવો
રાજકોટના પૂર્વ TP ચેરમેને ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. બે વર્ષ પહેલા બાંધકામ ન તોડવા માટે TP ના ચેરમેન નરેન્દ્ર ડવને ચાર લાખ રૂપિયા આપ્યાનો કારખાનેદારે ધડાકો કર્યો હતો. બે દિવસ પહેલા બાંધકામ તોડી પાડતા કારખાનેદારે મીડિયા સમક્ષ આવ્યો હતો. કમલેશ ગોસાઈ નામના કારખાનેદારે મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમજ 31 મે 2023 ના રોજ પ્રથમ નોટિસ મળી હતી. 9 એપ્રિલ 2025 ના રોજ બીજી નોટિસ મળી હતી. બાંધકામ તૂટતું અટકાવવા કોર્પોરેટર વધુ વહીવટ કરવો પડશે. તેમજ વોર્ડ નંબર 16 ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ બધો વહીવટ કરવાનું કહ્યું હતું. જેમાં વધુ દોઢ લાખની માંગણી કરી હતી. ખરા અર્થમાં તપાસ કરવામાં આવે તો મોટાભાગના વોર્ડમાં આજ પ્રકારની સ્થિતિની ચર્ચા છે.
બીજી વાર વહીવટ ન કર્યો તે માટે આ બધુ કર્યુંઃ ફરિયાદી
ફરિયાદી કમલેશ ગોસાઈએ જણાવ્યું હતું કે, જે તે સમયે ટીપીના ચેરમેન હતા. ત્યારે તેની સાથે વહીવટ કર્યો હતો. સાડા ત્રણ થી ચાર લાખનો વહીવટ કર્યો હતો. વહીવટ કર્યા બાદ બધુ રેગ્યુલાઈઝ થઈ જશે. હમણા ડિમોલિશનના આગળના દિવસે સોમવારે મને કહે કે મારે નયનાબેન સાથે વાત થઈ ગઈ છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે પણ વાત થઈ ગઈ છે. તમારૂ કંઈ થશે નહી. બીજી વાર કે વહીવટ ન કર્યો તે માટે આ બધુ કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Amit Khunt Case : અનિરૂદ્ધસિંહ રીબડા સહિત ત્રણ સામે લૂક આઉટ નોટિસ જારી થશે
મારે ફોનમાં કે રૂબરૂ પૈસાની કોઈ વાત નથી થઈઃ નરેન્દ્ર ડવ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોર્પોરેટર નરેન્દ્ર ડવે જણાવ્યું હતું કે, એક રૂપિયો પણ અમે લીધો નથી. અને આવી કોઈ વાત થઈ નથી. એના મિત્ર જે મને રજૂઆત કરતા હતા. મને પોતાને ખ્યાલ હતો કે આ લોકો કોઈ જુદી દિશામાં દોરતા હશે. મારે ફોનમાં કે રૂબરૂ પૈસાની કોઈ વાત જ નથી થઈ.
આ પણ વાંચોઃ Rajkot : 5 વર્ષના બાળક પર રખડતા શ્વાન તૂટી પડ્યા! સારવાર દરમિયાન મોત