Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સિવિલના ડોક્ટરોની માનવતા મરી પરવારી, હોસ્પિટલના તબીબ પર લાગ્યા ગંભીર આક્ષેપ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી વ્યક્તિઓની સારવારમાં ગેરરીતી થતી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
ahmedabad    સિવિલના ડોક્ટરોની માનવતા મરી પરવારી  હોસ્પિટલના તબીબ પર લાગ્યા ગંભીર આક્ષેપ
Advertisement
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબ પર લાગ્યો ગંભીર આક્ષેપ
  • બિનવારસી વ્યક્તિઓની સારવારમાં ગેરરીતી સામે આવી
  • ડોક્ટરે લાવારીસ દર્દીને હોસ્પિટલ બહાર મુકવા આપી સૂચના

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. બિનવારસી વ્યક્તિઓની સારવારમાં ગેરરીતી થતી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જ લાવારીસ દર્દીને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ બહાર મુકવા સૂચના અપાઈ હતી. રીક્ષા ચાલક દ્વારા બે બિનવારસી વ્યક્તિઓને હોસ્પિટલની બહાર મૂકવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા પૈસા આપવામાં આવ્યા હોવાથી રીક્ષા ચાલકે કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement

પોલીસને બોલાવી બિનવારસી વ્યક્તિને સિવિલમાં દાખલ કરાવ્યા

સારવાર ન કરવી પડે તે માટે બિનવારસી વ્યક્તિઓને સિવિલમાંથી તરછોડાતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અવાર નવાર સિવિલ હોસ્ટિલની બહાર આ જ રીતે બિનવારસી વ્યક્તિઓને સારવાર કર્યા વિના તરછોડી દેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સિવિલની બહાર બિનવારસી વ્યક્તિને રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિકોએ પોલીસને બોલાવી બિનવારસી વ્યક્તિને સારવાર અર્થે ફરી સિવિલમાં દાખલ કરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Jagannath Rathyatra : જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19.59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

ગુજરાતનું સ્વાસ્થ્ય વિભાગ ખાડે ગયું : મનીષ દોષી

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના વર્તનને લઈ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ આક્ષેપ કર્યા હતા કે, જે ડૉક્ટર આવું કૃત્ય કર્યું તેની કાયદેસરની કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગ છે. સરકાર કરોડો રુપિયાનું બજેટ ફાળવવાની વાત કરવામાં આવે છે. જે દર્દીના સગા-વ્હાલા નથી તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ડૉક્ટર રિક્ષા ચાલકને રૂયિ આપ્યા તેવો આક્ષેપ કરાયો છે. તેમજ બિનવારસી દર્દીને બહાર કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં અનેક વખત આવા કૃત્ય થાય છે. જેમનું કોઈ નથી તેવા દર્દીને ભગાડી દેવામાં આવે છે. ગુજરાતનું સ્વાસ્થ્ય વિભાગ ખાડે ગયું છે.

આ પણ વાંચોઃ Rajkot: રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Tags :
Advertisement

.

×