Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Palanpur જગાણા ઓવરબ્રિજ પર ગંભીર ખામી : એંગલ પ્લેટ ખુલ્લી પડી, સ્થાનિક-વાહનચાલકોમાં ભય

Palanpur : જગાણા ઓવરબ્રિજ પર સામે આવેલી ગંભીર ખામીએ વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. બ્રિજ પર લગાવવામાં આવેલી એંગલ લોખંડની પ્લેટ અચાનક ખુલ્લી પડી ગઈ છે, જેના કારણે કોઈ પણ સમયે મોટો અકસ્માત થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઓવરબ્રિજ બન્યાને માત્ર ત્રણ વર્ષ જ થયા છે, છતાં અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત રિનોવેશન કરવામાં આવી ચૂક્યું છે.
palanpur જગાણા ઓવરબ્રિજ પર ગંભીર ખામી   એંગલ પ્લેટ ખુલ્લી પડી  સ્થાનિક વાહનચાલકોમાં ભય
Advertisement
  • ત્રણ વર્ષ જૂના Palanpur - જગાણા ઓવરબ્રિજમાં ફરી ખામી : વાયરલ વિડિયોમાં એંગલ લોખંડ ખુલ્લું, અકસ્માતનું જોખમ
  • પાલનપુરમાં ઓવરબ્રિજની ગુણવત્તા પર સવાલ : એંગલ પ્લેટ અચાનક ખુલ્લી, પ્રતિદિવસ 5000થી વધુ ચાલે છે વાહનો
  • જગાણા ઓવરબ્રિજ પર ખતરનાક ખામી વાયરલ : સ્થાનિકોની માંગ - તાત્કાલિક તપાસ અને રિપેર
  • પાલનપુર ઓવરબ્રિજમાં બેદરકારી : એંગલ ખુલ્લું પડતાં અકસ્માતની આશંકા, વિડિયો વાયરલ

Palanpur : જગાણા ઓવરબ્રિજ પર સામે આવેલી ગંભીર ખામીએ વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. બ્રિજ પર લગાવવામાં આવેલી એંગલ લોખંડની પ્લેટ અચાનક ખુલ્લી પડી ગઈ છે, જેના કારણે કોઈ પણ સમયે મોટો અકસ્માત થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઓવરબ્રિજ બન્યાને માત્ર ત્રણ વર્ષ જ થયા છે, છતાં અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત રિનોવેશન કરવામાં આવી ચૂક્યું છે. આવી વારંવારની સમસ્યાઓએ બાંધકામની ગુણવત્તા અને જવાબદાર તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રતિદિવસ 5000 વાહનો થાય છે પસાર

આ બ્રિજ પરથી દરરોજ અંદાજિત 5000થી વધુ વાહનો પસાર થાય છે, જેમાં મોટા ભાગના ભારે વાહનો અને લાંબા અંતરના પ્રવાસીઓના વાહનોનો સમાવેશ થાય છે. એંગલ પ્લેટ ખુલ્લી પડવાથી વાહનોના ટાયર ફાટવા, વાહનોનું નિયંત્રણ ગુમાવવું અથવા બ્રિજ પરથી પડી જવાનું જોખમ વધી ગયું છે. એક વાહનચાલકે આ ઘટનાનો વિડિયો મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેના કારણે વિસ્તારમાં હડકંપ મચ્યો છે. વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પ્લેટ એકદમ ખુલ્લી પડી ગઈ છે અને તેના કારણે બ્રિજની સુરક્ષા ખતરે પડી છે.

Advertisement

Palanpur : બાંધકામની ગુણવત્તા ઉપર પ્રશ્ન

સ્થાનિક લોકો અને વાહનચાલકોનું કહેવું છે કે બ્રિજની બાંધકામ ગુણવત્તા પર પ્રશ્નાર્થ છે. ત્રણ વર્ષમાં જ આટલી વાર રિપેર કરવું પડે તો મૂળ બાંધકામમાં જ ખામી હોવાનું સ્પષ્ટ છે. તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તપાસ કરીને બ્રિજને સુરક્ષિત બનાવવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ/કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર પગલાં ન લેવાય તો મોટો અકસ્માત થઈ શકે છે, જેમાં અનેક જીવનને જોખમ થઈ શકે છે.

Advertisement

બનાસકાંઠા જિલ્લામાં બાંધકામની ગુણવત્તા ઉપર પ્રશ્ન

આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બાંધકામ ગુણવત્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પર પણ પ્રશ્ન ઉભા કરે છે. અગાઉ પણ પાલનપુર વિસ્તારમાં બ્રિજ સંબંધિત અકસ્માતો અને ખામીઓના કિસ્સા સામે આવ્યા છે, જેમાં નિર્માણાધીન બ્રિજના કોલેપ્સ જેવી ઘટનાઓમાં જાનહાનિ થઈ છે. હવે જોવાનું રહ્યું કે આરએન્ડબી વિભાગ અથવા સંબંધિત તંત્ર આ ગંભીર ખામી અંગે તાત્કાલિક તપાસ કરીને બ્રિજને સુરક્ષિત બનાવશે કે કેમ. સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક રિપેર અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીયતાનો અનેરો ઉત્સાહ, વિધાનસભા અધ્યક્ષે વાવ-થરાદના કર્મવીરોનું કર્યું સન્માન

Tags :
Advertisement

.

×