Kashmir માં પહેલગામ હુમલા બાદ બંધ કરાયેલા સાત પર્યટક સ્થળો ફરી ખુલ્યા, LG મનોજ સિન્હાએ આપ્યા આદેશ
- Kashmir માં પહેલગામ હુમલા બાદ બંધ કરાયેલા પર્યટક સ્થળ ખોલવામાં આવ્યા
- કાશ્મીર વેલીના સાત મુખ્ય પર્યટક સ્થળો ફરી ખોલવામાં આવ્યા છે
- પહેલગામ હુમલા બાદ આ પર્યટક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા
જમ્મુ-કાશ્મીર પ્રશાસને સોમવારે કાશ્મીર ખીણના (Kashmir Valley) સાત મુખ્ય પર્યટન સ્થળોને (Tourist Spots) ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. જેને 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા (Terrorist Attack) બાદ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવાયા હતા. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ખીણમાં પ્રવાસન પ્રવૃત્તિઓ (Tourism Activities) ફરી જોર પકડશે તેવી આશા છે. આ નિર્ણય શુક્રવારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની (LG Manoj Sinha) અધ્યક્ષતામાં યોજાયેલી યુનિફાઇડ હેડક્વાર્ટરની (UHQ) બેઠક બાદ લેવામાં આવ્યો છે. આજે યુએચક્યુની બેઠકમાં સુરક્ષાની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી, જેના આધારે જમ્મુ અને કાશ્મીર ડિવિઝનમાં અસ્થાયી રૂપે બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ અપાયો છે.
Kashmir માં હુમલા બાદ બંધ કરાયેલા પર્યટક સ્થળ ખોલવામાં આવ્યા
નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ પહલગામના બાયસરન વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ પ્રશાસને ઘાટી અને જમ્મુ ક્ષેત્રના લગભગ 50 પર્યટન સ્થળોને તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય થતાં અને સુરક્ષાની સમીક્ષા બાદ, પ્રશાસન પ્રવાસીઓ માટે તબક્કાવાર રીતે સ્થળોને ફરીથી ખુલ્લા મૂકી રહ્યું છે.
Kashmir માં આ સ્થળો ખોલવામાં આવ્યા છે
કાશ્મીર ખીણમાં ફરીથી આડૂ વેલી (Aru Valley), રાફ્ટિંગ પોઇન્ટ યન્નર (Rafting Point Yannar), અક્કડ પાર્ક (Akkad Park), પાદશાહી પાર્ક (Padshahi Park), અને કમાન પોસ્ટ (Kaman Post) સામેલ છે. આ ઉપરાંત, જમ્મુ સંભાગમાં પણ 5 પર્યટન સ્થળોને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં ડગન ટોપ (રામબન), ધગ્ગર (કઠુઆ) અને શિવ ગુફા (સાલાલ, રિયાસી) મુખ્ય છે. આ પહેલા જૂન મહિનામાં પણ પ્રશાસને પહેલગામના કેટલાક ભાગો સહિત અન્ય 16 પર્યટન સ્થળોને ફરીથી ખોલ્યા હતા. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ નિર્ણયથી સ્થાનિક અર્થવ્યવસ્થાને (Local Economy) વેગ મળશે.