ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનમાં કોલસાની ખાણના સીમાંકન મુદ્દે બે આદિવાસી જાતિઓ વચ્ચે અથડામણમાં 15ના મોત

અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ સોમવારે પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં કોલસાની ખાણના સીમાંકનને લઈને થયેલી લોહિયાળ અથડામણમાં 15 લોકો માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના પેશાવરથી લગભગ 35 કિમી દૂર કોહાટ જિલ્લાના દારા આદમ ખેક વિસ્તારમાં બની હતી. અહીં...
08:01 AM May 16, 2023 IST | Vipul Pandya
અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ સોમવારે પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં કોલસાની ખાણના સીમાંકનને લઈને થયેલી લોહિયાળ અથડામણમાં 15 લોકો માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના પેશાવરથી લગભગ 35 કિમી દૂર કોહાટ જિલ્લાના દારા આદમ ખેક વિસ્તારમાં બની હતી. અહીં...
અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ
સોમવારે પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં કોલસાની ખાણના સીમાંકનને લઈને થયેલી લોહિયાળ અથડામણમાં 15 લોકો માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના પેશાવરથી લગભગ 35 કિમી દૂર કોહાટ જિલ્લાના દારા આદમ ખેક વિસ્તારમાં બની હતી. અહીં ખાણના સીમાંકન બાબતે બે આદિવાસી જાતિઓ વચ્ચે સંઘર્ષ થયો હતો.
બંને પક્ષો તરફથી ગોળીબારમાં ઘણી જાનહાનિ
તેમણે કહ્યું કે મૃતદેહો અને ઘાયલોને પેશાવરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની ચોક્કસ સંખ્યા તાત્કાલિક જાણી શકાઈ નથી, પરંતુ બંને પક્ષો તરફથી ગોળીબારમાં ઘણી જાનહાનિ થઈ હતી. અથડામણની માહિતી પર, પોલીસ અને અન્ય સુરક્ષા દળોની સંયુક્ત ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હરીફ જાતિઓ વચ્ચે ગોળીબાર અટકાવ્યો હતો, તેવું સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું.
બે જાતિઓ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ
આ ઘટનાના સંબંધમાં દારા આદમ ઠેક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે અહીં કોલસાની ખાણના સીમાંકનને લઈને બે જાતિઓ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને મડાગાંઠને સમાપ્ત કરવા માટે સમાધાન લાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો---ન્યુઝીલેન્ડમાં રાતભર સળગેલી હોસ્ટેલમાં 6ના મોત, મૃત્યુંઆંક વધવાની આશંકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Balochistancoal minesPakistan
Next Article