Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કાફેની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ! ગ્રાહક અને દલાલની ધરપકડ

પોલીસે ગ્રાહક અને દલાલની ધરપકડ કરી છે. જ્યારે માલિક હાલ ફરાર હોવાથી વોન્ટેડ જાહેર કરાયો છે.
surat   કાફેની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ  ગ્રાહક અને દલાલની ધરપકડ
Advertisement
  1. Surat નાં સરથાણા વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ
  2. કાફેની આડમાં ચાલતું સેક્સ રેકેટ પોલીસે ઝડપ્યું
  3. પોલીસે ગ્રાહક અને દલાલ મળી 2 આરોપીની ધરપકડ કરી
  4. આ મામલામાં પોલીસે કાફે માલિકને વોન્ટેડ જાહેર કર્યો

સુરતનાં (Surat) સરથાણા વિસ્તારમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. કાફેની આડમાં સેક્સ રેકેટ (Sex Racket) ચલાવવામાં આવતું હતું. આ કાર્યવાહીમાં પોલીસે ગ્રાહક અને દલાલની ધરપકડ કરી છે. જ્યારે માલિક હાલ ફરાર હોવાથી વોન્ટેડ જાહેર કરાયો છે. કાફેની આડમાં રૂ. 500 થી લઈ દેહવેપાર ચાલતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : રાત્રિ ભોજનમાં 20 મહિલાઓ એકાએક બેભાન થઈ, અફરાતફરીનો માહોલ!

Advertisement

સરથાણામાં કાફેની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ

સુરતનાં (Surat) સરથાણા વિસ્તારમાં આવેલા વ્રજ ચોક પાસેની ઇમ્પિરિયા બિલ્ડિંગમાં પહેલા માળે ધ હાર્ટ સેલિબ્રેશન એન્ડ ફૂડ કાફે આવેલું છે. જો કે, આ કાફેમાં દેહવેપાર (Sex Racket) ચલાવવામાં આવતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. આથી, પોલીસે ઘટના સ્થળે રેડ પાડી ગ્રાહક અને દલાલ મળી કુલ 2 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કાફેનો માલિક હાલ ફરાર છે. પોલીસે કાફેનાં માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Mehsana : લોકડાયરામાં ભજનોની રમઝટ વચ્ચે બની એવી ઘટના જેને મચાવી ચકચાર! જુઓ Photos

પોલીસે ગ્રાહક અને દલાલની કરી ધરપકડ

પોલીસ તપાસ અનુસાર, કાફેની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. જ્યાં રૂ 500 થી દેહવેપાર થયો હતો. આ મામલે પોલીસે કાફેનાં માલિકની શોધખોળ આદરી છે અને ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. સેક્સ રેકેટ ક્યારથી ચાલતું હતું ? કેવી રીતે તેનું સંચાલન કરવામાં આવતું હતું ? સેક્સ રેકેટમાં કોણ કોણ સામેલ છે ? સહિતનાં સવાલોનાં જવાબ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : શહેરની દિવ્યાંગ દિકરીને PM મોદીનો સ્નેહસભર પત્ર

Tags :
Advertisement

.

×