ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Savarkundla : કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે જાતિય સતામણી

સાવરકુંડલાની કોલેજિયન યુવતીની જાતિય સતામણી રાજકોટ કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે સતામણી રાજકોટથી પરત આવતી વખતે બની ગાડીમાં ઘટના વિદ્યાર્થિનીઓ સાથે વિદ્યાર્થી સાબિર મલિકને બેસાડ્યો હતો વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિદ્યર્મીએ શારીરિક અડપલા કર્યા વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી...
09:54 AM Oct 11, 2024 IST | Vipul Pandya
સાવરકુંડલાની કોલેજિયન યુવતીની જાતિય સતામણી રાજકોટ કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે સતામણી રાજકોટથી પરત આવતી વખતે બની ગાડીમાં ઘટના વિદ્યાર્થિનીઓ સાથે વિદ્યાર્થી સાબિર મલિકને બેસાડ્યો હતો વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિદ્યર્મીએ શારીરિક અડપલા કર્યા વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી...
Sexual harassment

Savarkundla : સાવરકુંડલા (Savarkundla )ની કોલેજિયન યુવતીની જાતિય સતામણી હોવાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. 13 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં પોલીસે પ્રોફેસર એજાજ અને વિદ્યાર્થી સાબીર મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

યુવાને કોલેજની એક યુવતી સાથે સતત અડપલા કર્યા

શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાની મળેલી વિગતો મુજબ કોલેજની 12 છાત્રાઓને રાજકોટ ખાતે કબડ્ડી સ્પર્ધામા રમવા માટે જવાનુ હતુ. જેથી કોલેજના પીટી પ્રોફેસર એજાજ કાજી તેમની જ જ્ઞાતિના એક ડ્રાઇવરનું વાહન લઇ 12 વિદ્યાર્થીનીઓને લઇ રાજકોટ જવા નીકળ્યો હતો. કોલેજ સંચાલકોની જાણ બહાર જ આ પ્રોફેસરે રસ્તામાથી પોતાની ગાડીમા કોલેજના છાત્ર સાબીર મલેકને પણ સાથે લીધો હતો. ડ્રાઇવર અને પ્રોફેસર આગળની સીટમા બેઠા હતા જયારે યુવકને પાછળની સીટમા યુવતીઓ સાથે બેસાડવામા આવ્યો હતો અને રસ્તામા આ યુવાને કોલેજની એક યુવતી સાથે સતત અડપલા કર્યા હતા. એક યુવતીએ આ હરકતોનો વિડીયો ઉતારી તુરંત વાયરલ કરી દીધો હતો.

આ પણ વાંચો----Surendranagar: દેદાદરા ગામમાં પ્રસાદ ખાધા બાદ 30 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં થઈ જોવા જેવી....

વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિધર્મીએ શારીરિક અડપલા કર્યા

રાજકોટથી પરત આવતી વખતે આ ઘટના બની હતી. વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિધર્મીએ શારીરિક અડપલા કર્યા હતી અને વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી નાખવાની ધમકી અપાઇ હતી. કોલેજ મેનેજમેન્ટે પ્રોફેસર એજાજને નોકરીમાંથી કાઢી મુક્યો હતો જ્યારે યુવક સાબિર મલેકને પણ કોલેજમાંથી રજા આપી દીધી હતી.

પોલીસે તપાસ શરુ કરી

13 દિવસ પહેલા બનેલી આ ચકચારી ઘટનાની આખરે ફરિયાદ નોંધાઈ છે. હિન્દુ સંગઠન દ્વારા રજૂઆત કરાયાના 13 દિવસ બાદ પોલીસે પ્રોફેસર એજાજ અને વિદ્યાર્થી સાબીર મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. યુવક વચ્ચેની સીટ પર બેસી યુવતી સાથે ચેનચાળા કરી રહ્યો હતો ત્યારે ગાડીમાં પાછળ બેઠેલી છાત્રાએ તેનો વીડિયો ઉતારી બહાદુરી બતાવી કોઇ જ ડર વગર ગાડીમાંથી જ વીડિયો વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો----Amreli: ‘ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી’ કથિત દુષ્કર્મને લઈને જેની ઠુમ્મરનો મોટો આરોપ

Tags :
CrimepoliceprofessorSavarkundlasexual harassmentSexual harassment of college girlstudent
Next Article