Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Photo Leak : SRK-દીપિકાની મેગા બજેટ ફિલ્મના શૂટિંગની તસ્વીરો લીક થઇ

Photo Leak, શાહરુખ-દીપિકાના શૂટિંગના ફોટો સામે આવ્યા છે. સેટ પરથી કેટલાક લીક થયેલા ફોટા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી (South Africa - Cap Town) સામે આવ્યા છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. આ તસવીરોમાં, બંને સ્ટાર્સ એક સીન શૂટ કરતા જોવા મળે છે. લીક થયેલી તસવીરોમાં શાહરૂખ ખાન પોતાના સિગ્નેચર સ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
photo leak   srk દીપિકાની મેગા બજેટ ફિલ્મના શૂટિંગની તસ્વીરો લીક થઇ
Advertisement
  • Photo Leak, શાહરુખ-દીપિકાના શૂટિંગના ફોટો સામે આવ્યા
  • બંનેની જોડી કિંગ ફિલ્મમાં સાથે જોવા મળશે, હાલ વિદેશમાં શૂટિંગ
  • ફોટો સામે આવતા ચાહકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા વધી હોવાનો માહોલ

Photo Leak : શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની આગામી ફિલ્મ 'કિંગ'ના (Upcoming Film - King) સેટ પરથી કેટલાક લીક થયેલા ફોટા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી (South Africa - Cap Town) સામે આવ્યા છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. આ તસવીરોમાં, બંને સ્ટાર્સ એક સીન શૂટ કરતા જોવા મળે છે. લીક થયેલી તસવીરોમાં શાહરૂખ ખાન પોતાના સિગ્નેચર સ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેણે લાઇનવાળું શર્ટ પહેર્યું છે, અને તેની આંખો પર ગોગલ્સ છે, જે તેના લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા છે. દીપિકા પાદુકોણ પણ તેના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ફરી એકવાર અદ્ભુત લાગી રહી છે.

આ પણ વાંચો - ગિપ્પી ગ્રેવાલને મળ્યો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ, શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે કરાયું સન્માન

Advertisement

Photo Leak, શાહરૂખ ખાન પાવરફૂલ ભૂમિતા ભજવશે

'કિંગ' ફિલ્મ વિશે ઘણા સમયથી ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ શાહરૂખ ખાન સાથે બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ આપી ચૂક્યા છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની "કિંગ" ફિલ્મને એક્શન-થ્રિલર (Action Thriller Film - King) માનવામાં આવે છે, જેમાં શાહરૂખ ખાન એક શક્તિશાળી ભૂમિકામાં છે. આ મેગા બજેટ ફિલ્મ 2026 માં રિલીઝ થઈ શકે છે.

Advertisement

બંનેની કેમેસ્ટ્રી ખુબ વખાણાઇ

શાહરૂખ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી લોકપ્રિય યુગલોમાંના એક છે. તેઓ છેલ્લે 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ "પઠાણ" માં સાથે જોવા મળ્યા હતા, જેણે રેકોર્ડબ્રેક બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું હતું. ચેન્નાઈ એક્સપ્રેસ અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં પણ તેમની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. હવે, "કિંગ" સાથે, આ જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવશે. કેપટાઉનના આ ફોટા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ફિલ્મમાં સ્ટાઇલ, એક્શન અને ગ્લેમરનું મજબૂત મિશ્રણ જોવા મળશે.

આ પણ વાંચો - Karishma Kapoor અને તેના સંતાનોને કોર્ટમાંથી મોટી રાહત, જાણો વિગતવાર

Tags :
Advertisement

.

×