ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શાહીબાગ BAPS મંદિરમાં શાકોત્સવનો મહાઉત્સવ, શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે શાકોત્સવ

પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઉત્સવ ભગવાનનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. ભગવાને પૃથ્વી ઉપર માનવજાત માટે અનેક રીતના ફળફળાદી અને શાકભાજી ઉગાડ્યા છે, જેનાથી માનવજાતને જીવન જીવવવામાં સરળતા રહે છે, સાથે જ મજા પણ માણી શકે છે. તેથી BAPS મંદિરમાં દર વર્ષે ભગવાનના તે ઉપકારનો આભાર માનવા માટે તેમના સામે દુનિયાભરના ફળફળાદી અને શાકભાજી ચડાવવામાં આવે છે.
07:07 PM Nov 02, 2025 IST | Mujahid Tunvar

અમદાવાદ (શાહીબાગ) : પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પૃથ્વીને અનેક પ્રકારનાં શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી માનવજાત પર મહેર કરનાર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ વિશિષ્ટ ઉત્સવ વિશ્વભરનાં તમામ BAPS મંદિરોમાં પ્રતિવર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવાય છે.

આજે ચાતુર્માસના અંતે પડતી પ્રબોધિની એકાદશીએ શાહીબાગ મંદિરમાં ભગવાન સમક્ષ 80 કરતાં વધુ પ્રકારનાં શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારનાં ફળોની કલાત્મક હાટડી રચવામાં આવી હતી. સેંકડો હરિભક્તોએ સવારથી જ મંદિરમાં પધારીને આ અદ્ભુત હાટડીના દર્શન કર્યા અને પરમાત્માની કૃપા અનુભવી હતી.

હાટડીમાં લાલ-પીળા ટામેટા, લીલા શાક, કારેલા, દૂધી, ભીંડા, રીંગણાથી લઈને સફરજન, કેળા, અનાનસ, દાડમ, અંગૂર જેવા ફળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક વસ્તુને કલાત્મક રીતે સજાવીને ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવી હતી. સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લઈને ભક્તોએ ઉત્સવનો સમાપન કર્યો.

આ શાકોત્સવ ફક્ત ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ પ્રકૃતિની દેન પ્રત્યેની કૃતજ્ઞતા અને પર્યાવરણ જાગૃતિનો પણ સંદેશ આપે છે. મંદિરના સંતોએ જણાવ્યું કે, "આ ઉત્સવ દ્વારા ભક્તો પરમાત્માની દેનને યાદ કરીને જીવનમાં સંતોષ અને કૃતજ્ઞતા અપનાવે છે."

આ પણ વાંચો- 2, નવેમ્બરે દુર્લભ સંયોગ યોજાશે, આ ત્રણ રાશિઓને લાગશે લોટરી

Tags :
Ahmedabad NewsBAPSBAPS ShakotsavBhakti FestivalChaturmas EndGratitude FestivalHaatdi DarshanPrabhodhini EkadashiShahibagh TempleSwaminarayanVegetable Fruit
Next Article