બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી
આજે એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષ માટે...
Advertisement
આજે એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.

બનાસ ડેરીનું કેટલું છે ટર્ન ઓવર
બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથીભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન છે. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.

ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ
ગલબાભાઈ પટેલે ગામડાંઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી કોણ છે?
- બનાસકાંઠાની થરાદ બેઠક પરથી ધારાસભ્ય, હાલમાં વિધાનસભાના અધ્યક્ષ પદે કાર્યરત
- ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ઓબીસી ચહેરો
- બનાસકાંઠા જિલ્લા સહકારી મિલ્ક ફેડરેશનના ચેરમેન બન્યા
- બનાસ ડેરીમાં ૨૪ વર્ષથી ચાલતા પરથી ભટોળના શાસનનો અંત આણ્યો
- ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ઉપપ્રમુખ તરીકે કાર્યરત
- સહકારિતા ક્ષેત્રમાં મોટી પકડ
- બનાસ ડેરીના સભ્યોને દૂધના સારા ભાવ અપાવડાવ્યા
- નવી ગાયો માટે પશુપાલકોને લોન આપી
- બનાસ ડેરીનું ઉત્પાદન વધાર્યું
આ પણ વાંચો---કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા ‘ચેરીયાના વન’
Advertisement


