Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પવાર પોતાના નિર્ણય પર અડગ, નવા પ્રમુખ પર વિચારમંથન શરૂ

Maharashtra Politics : શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી તેમના સ્ટેન્ડ પર અડગ છે. તેમની સમજાવટ વચ્ચે પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીનો એક વર્ગ અજિત પવારને નવા અધ્યક્ષ તરીકે જોવા માંગે...
પવાર પોતાના નિર્ણય પર અડગ  નવા પ્રમુખ પર વિચારમંથન શરૂ
Advertisement

Maharashtra Politics : શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી તેમના સ્ટેન્ડ પર અડગ છે. તેમની સમજાવટ વચ્ચે પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીનો એક વર્ગ અજિત પવારને નવા અધ્યક્ષ તરીકે જોવા માંગે છે, જ્યારે બીજો વર્ગ શરદ પવારને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા અને રિમોટ કંટ્રોલથી પાર્ટી ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જો કે, પવાર માટે ભત્રીજા અજિત પવારને બાજુમાં રાખવાનું સરળ રહેશે નહીં. એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે બુધવારે કહ્યું કે મારા મતે શરદ પવારે પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રહેવું જોઈએ. જો આમ ન થાય તો સુપ્રિયાને દિલ્હીની જવાબદારી અને અજિત પવારને રાજ્યની જવાબદારી સોંપવી જોઈએ. ભુજબળનો સંકેત સ્પષ્ટ છે કે તેઓ સુપ્રિયાને પાર્ટીના અધ્યક્ષ તરીકે જોવા માંગે છે.

Advertisement

પક્ષમાં જૂથવાદ નહીં, સર્વસંમતિ
પ્રફુલ્લ પટેલે કહ્યું કે પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. શરદ પવારે નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે બે-ત્રણ દિવસનો સમય લીધો છે. તેમના અંતિમ નિર્ણય બાદ જ વધુ ચર્ચા થશે.

Advertisement

મહા વિકાસ અઘાડી મુશ્કેલીમાં, સંયુક્ત બેઠક રદ
રાજ્યમાં ભાજપ વિરુદ્ધ શરદ પવાર દ્વારા રચાયેલી મહા વિકાસ અઘાડી (MVA) ખતરામાં આવી ગઈ છે. સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને રાજ્યમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતા બતાવવા માટે 'વજ્રમૂથ સભા' નામની સંયુક્ત રેલી શરૂ કરી હતી. પરંતુ પવારના રાજીનામા બાદ આ બેઠક રદ કરવામાં આવી છે.

1 મેના રોજ, MVAની વજ્રમુથ બેઠક મુંબઈના BKC મેદાનમાં યોજાઈ હતી. આ પછી નાસિક, પુણે અને કોલ્હાપુરમાં જાહેર સભાઓ યોજાવાની હતી, પરંતુ હવે તે રદ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અત્યારે ઉનાળાની ઋતુ છે અને તે પછી વરસાદ શરૂ થવાનો છે. આ મીટિંગ હવે થશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

આ પણ વાંચો : ધોરણ 01માં પ્રવેશ માટે 6 વર્ષની યોગ્યતાનો સર્જાયો વિવાદ, હાઈકોર્ટમાં થઈ અરજી

Tags :
Advertisement

.

×