ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market Crash: શેરબજારમાં ભૂકંપ,સેન્સેક્સ 422 પોઈન્ટ તૂટયો

ઈન્ટ્રાડે ધોવાણ સુધર્યા બાદ શેરબજાર ઘટાડા સાથે બંધ સેન્સેક્સ 422 પોઈન્ટના ઘટાડા સાથે 77,155 પર બંધ સેન્સેક્સના 30 પૈકી 20 શેર ધોવાણ સાથે રહ્યા બંધ નીફ્ટી 168 પોઈન્ટના ઘટાડા સાથે 23,349 પર બંધ Share Market Crash:ભારતીય શેરબજારમાં ઘટાડા(Share Market...
04:20 PM Nov 21, 2024 IST | Hiren Dave
ઈન્ટ્રાડે ધોવાણ સુધર્યા બાદ શેરબજાર ઘટાડા સાથે બંધ સેન્સેક્સ 422 પોઈન્ટના ઘટાડા સાથે 77,155 પર બંધ સેન્સેક્સના 30 પૈકી 20 શેર ધોવાણ સાથે રહ્યા બંધ નીફ્ટી 168 પોઈન્ટના ઘટાડા સાથે 23,349 પર બંધ Share Market Crash:ભારતીય શેરબજારમાં ઘટાડા(Share Market...
Share Market Crash

Share Market Crash:ભારતીય શેરબજારમાં ઘટાડા(Share Market Crash)નો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે , 21 નવેમ્બર, 2024 ના ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર ભારે ડાઉન થયુ હતું. શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયું હતું. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ(sensex)ની વાત કરીએ તો સેન્સેક્સમાં 422.59 પોઇન્ટનો ઘટાડા સાથે 77,155 અંક પર બંધ થયું. જ્યારે નિફ્ટી(nifty) 171.85 પોઇન્ટના ઘટાડા સાથે 23,346 અંકે બંધ થયો હતો.

નિફ્ટીની 50માંથી 37 કંપનીઓના શેરમાં ઘટાડો

ગુરુવારે સેન્સેક્સની 30માંથી 20 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે માત્ર 10 કંપનીઓના શેર નફા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50માં 50માંથી 37 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં અને માત્ર 13 કંપનીઓના શેર જ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા.

આ પણ  વાંચો -Gautam Adaniને લઇ જૂઠ્ઠા આરોપ લગાવવા રાહુલ ગાંધીની આદતઃ ભાજપ

અદાણી પોર્ટ્સના શેરમાં ભૂકંપ

સેન્સેક્સ કંપનીઓમાં સમાવિષ્ટ અદાણી પોર્ટ્સના શેર આજે 13.53 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 2.64 ટકા, NTPC 2.49 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.18 ટકા, ITC 2.18 ટકા, બજાજ ફાઇનાન્સ 2.08 ટકા, બજાજ ફિનસર્વ 1.82 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.67 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.46 ટકા, મોટર્સ 1.46 ટકા, ટિટાન 1.46 ટકા. , હિન્દુસ્તાન યુનિલિવરના શેર 1.14 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.આ સિવાય મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેંક, સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ અને ભારતી એરટેલના શેરમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો.

આ પણ  વાંચો -Bribe કેસ બાદ Gautam Adani અબજોપતિઓની યાદીમાંથી સરકી ગયા

પાવર ગ્રીડના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો

બીજી તરફ પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ 3.21 ટકાના વધારા સાથે બંધ થયા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1.41 ટકા, એચસીએલ ટેક 0.68 ટકા, એક્સિસ બેન્ક 0.63 ટકા, ટાટા સ્ટીલ 0.57 ટકા, ICICI બેન્ક 0.52 ટકા, TCS 0.49 ટકા, ઇન્ફોસિસ 0.47 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.43 ટકા અને ક્લોસેક 0.43 ટકા વધ્યા છે.

Tags :
Adani group StocksBSENiftyNifty 50NSESensexSensex And Niftyshare-marketStock MarketStock Market Closingstock market in focusstocks in focus
Next Article