ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market Crash: શેરબજારમાં ભૂકંપ,સેન્સેક્સ 930 પોઈન્ટ તૂટયો

ભારતીય શેરબજારમાં વધુ એક દિવસ ધોવાણ સેન્સેક્સમાં 930 પોઈન્ટનો જોરદાર કડાકો રોકાણકારોના 8.5 લાખ કરોડથી વધારે ધોવાયા   Share Market Crash:શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા (Share Market Crash)મળ્યો છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે...
04:43 PM Oct 22, 2024 IST | Hiren Dave
ભારતીય શેરબજારમાં વધુ એક દિવસ ધોવાણ સેન્સેક્સમાં 930 પોઈન્ટનો જોરદાર કડાકો રોકાણકારોના 8.5 લાખ કરોડથી વધારે ધોવાયા   Share Market Crash:શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા (Share Market Crash)મળ્યો છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે...
Share Market Crash

 

Share Market Crash:શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા (Share Market Crash)મળ્યો છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25% ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી બેંક પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં ICICI બેન્કના શેર ગ્રીન ઝોનમાં હતા. બાકીના તમામ 29 શેર રેટ એલર્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ શેરોમાં સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર (M&M શેર)માં 3.29 ટકા આવ્યો છે.

 

IndusInd Bank, Tata Motors, SBI જેવા શેર લગભગ 3 ટકા તૂટ્યા

JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, L&T, મારુતિ સુઝુકી, IndusInd Bank, Tata Motors, SBI જેવા શેર લગભગ 3 ટકા તૂટ્યા છે. NSEના 2,825 શેરોમાંથી 299 શેર વધ્યા હતા, જ્યારે 2,466 શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. 60 શેર યથાવત રહ્યા હતા. 48 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે 150 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા. 49 શેર અપર સર્કિટ પર અને 309 શેર લોઅર સર્કિટ પર હતા.

આ પણ  વાંચો -Gold and Silver price: ચાંદી થઈ મોંઘી, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ

ઓક્ટોબરમાં ઉથલ પાથલ

સેન્સેક્સ અને નિફ્ટી સિવાય મંગળવારે શેરબજારમાં બેન્ક નિફ્ટી, એસએમઈ ઈન્ડેક્સ અને અન્ય તમામ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે FPI ના ઉપાડ અને શેરબજાર પર તેની અસર વિશે વાત કરીએ તો, ઓક્ટોબર મહિનો ભારતીય શેરબજાર માટે ઉથલપાથલથી ભરેલો રહ્યો છે. બજારમાં સતત ઘટાડો અને કરેક્શનનો સમયગાળો જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -Share Market:શેરબજારમા સામાન્ય ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટનો ઘટાડો

આ ક્ષેત્રોમાં મોટો ઘટાડો

આજે નિફ્ટી બેંકથી લઈને હેલ્થ સેક્ટર સુધીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. PSU બેન્કોમાં 4.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્મોલકેપ અને મિડકેપમાં આ ઘટાડો વધુ ગંભીર છે. BSE સ્મોલકેપમાં 2,186.12 પોઈન્ટ્સ જ્યારે BSE મિડકેપમાં 1,214.83 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

આ 10 શેરો વિખેરાઈ ગયા

રોકાણ  કારોનું  કરોડોનું  નુકસાન

શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયો રેડ ઝોનમાં છે. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,53,65,023.74 કરોડથી રૂ. 8.51 લાખ કરોડ ઘટીને રૂ. 4,45,13,502 કરોડ થયું છે.

Tags :
Bajaj FinanceBank NiftyBusinessGujarat FirstICICI BanksIndusind BankInvestSmartIRFCJSW Steel ShareL&TNiftyniftycrashSBI ShareSensexStock MarketStock Market CrashStock Market Newsstock market updateStockmarketstockmarketcrashTata MotorsUzumaki
Next Article