ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market : સેન્સેક્સ 78 હજારને પાર, માર્કેટ તોફાની તેજી સાથે બંધ

શેર બજારમાં તેજી સાથે બંધ સેન્સેક્સ 78 હજારને પાર રોકાણકારોની સંપત્તિ વધી Share Market :સપ્તાહના અંતિમ કારોબારી દિવસના અંતે શેર બજાર(Share Market )માં તોફાની તેજી જોવા મળી છે. શેર માર્કેટની આજે સવારથી જ તેજી સાથે શરૂઆત થઇ હતી ત્યારે...
04:26 PM Nov 22, 2024 IST | Hiren Dave
શેર બજારમાં તેજી સાથે બંધ સેન્સેક્સ 78 હજારને પાર રોકાણકારોની સંપત્તિ વધી Share Market :સપ્તાહના અંતિમ કારોબારી દિવસના અંતે શેર બજાર(Share Market )માં તોફાની તેજી જોવા મળી છે. શેર માર્કેટની આજે સવારથી જ તેજી સાથે શરૂઆત થઇ હતી ત્યારે...
Share Market Closing

Share Market :સપ્તાહના અંતિમ કારોબારી દિવસના અંતે શેર બજાર(Share Market )માં તોફાની તેજી જોવા મળી છે. શેર માર્કેટની આજે સવારથી જ તેજી સાથે શરૂઆત થઇ હતી ત્યારે ક્લોઝિંગ સમયે પણ સેન્સેક્સ (sensex)અને નિફ્ટી(nifty) બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. ત્યારે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 78 હજારને પાર બંધ થયુ જેમાં 1814 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 23,874 અંકે 524 પોઇન્ટના વધારા સાથે બંધ થયું હતું. આમ ગુરુવારે થયેલા શેરમાર્કેટમાં કડાકાને પગલે આજે રોકાણકારોએ માર્કેટમાં તેજી આવતા સારી એવી કમાણી કરી લીધી.

 

રોકાણકારોની સંપત્તિ વધી

શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે આજે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ રૂ. 430.98 લાખ કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા સત્રમાં રૂ. 425.38 લાખ કરોડ હતી. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.60 લાખ કરોડનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો -BSE Sensex માં 600 પોઈન્ટનો ઉછાળો, અદાણીના શેર હજું પણ લાલ

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.

આ પણ  વાંચો -કેન્યાએ Adani Group સાથે ડીલ કરી રદ, અમેરિકામાં આક્ષેપો બાદ નિર્ણય

આ કંપનીઓના શેરમાં પણ જોરદાર ઉછાળો

આજે બજાજ ફાઇનાન્સ 3.95 ટકા, ટાઇટન 3.91 ટકા, આઇટીસી 3.69 ટકા, ટીસીએસ 3.62 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 3.42 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.34 ટકા, એચસીએલ ટેક 3.34 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3.25 ટકા, અલ્ટ્રા 26 ટકા, અલ્ટ્રા 29 ટકા, અલ્ટ્રા 29 ટકા. પાવરગ્રીડ 2.85 ભારતી એરટેલનો શેર 2.81 ટકા, ટાટા મોટર્સ 2.62 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.59 ટકા, NTPC 2.47 ટકા, ટેક મહિન્દ્રા 2.45 ટકા, ICICI બેન્ક 2.23 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

Tags :
BSENiftyNifty 50NSESensexshare market closingshare-marketStock Market
Next Article