Share Market: શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો
- શેરબજાર લાલ નિશાના પર બંધ
- સેન્સેક્સ 202.80 પોઈન્ટના ઘટાડો
- નિફ્ટી પણ 81.15 પોઈન્ટના ઘટાડો
share market: બુધવારે ભારતીય શેરબજારો (share market)લાલ નિશાનમાં ખુલ્યા અને લાલ નિશાનમાં બંધ થયા. જોકે, શરૂઆતી ઘટાડા બાદ બજારમાં સારી રિકવરી જોવા મળી હતી અને BSE સેન્સેક્સ(sensex) 202.80 પોઈન્ટના ઘટાડા સાથે 82,352.64 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી(nift) 50 પણ 81.15 પોઈન્ટના ઘટાડા સાથે 25,198.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની 30માંથી 19 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને 11 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50ની 50માંથી 31 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને 18 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
આ શેર્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે, સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં ICICI બેન્કના શેર 1.11 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. આ સિવાય સ્ટેટ બેન્ક 1.06 ટકા, એક્સિસ બેન્ક 1.05 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.00 ટકા, ઇન્ફોસિસ 0.95 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.86 ટકા, ટીસીએસ 0.68 ટકા ઘટ્યા હતા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સના શેર સૌથી વધુ 2.39 ટકાના વધારા સાથે બંધ થયા હતા. હિન્દુસ્તાન યુનિલિવર 1.74 ટકાના વધારા સાથે, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.31 ટકાના વધારા સાથે, સન ફાર્મા 1.18 ટકાના વધારા સાથે બંધ થયા છે.
અન્ય કંપનીઓના શેરની સ્થિતિ જાણો
આ સાથે ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, પાવરગ્રીડ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, ટાઇટન, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક, એચસીએલ ટેક, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસીના શેરમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. જ્યારે બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા અને કોટક મહિન્દ્રા બેંકના શેર નફા સાથે બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે મંગળવારે શેરબજારો સંપૂર્ણપણે ફ્લેટ હતા અને BSE સેન્સેક્સ 4.40 પોઈન્ટના ઘટાડા સાથે 82,555.44 પોઈન્ટ પર અને નિફ્ટી 1.15 પોઈન્ટના વધારા સાથે 25,279.85 પોઈન્ટ પર બંધ થયો હતો.