ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market : શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું, નિફ્ટી અને સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં નબળી શરૂઆત નિફ્ટી અને સેન્સેક્સ લીલા નિશાનમાં ખૂલ્યા યુએસ માર્કેટ રેકોર્ડ સ્તરથી સરકી ગયું   Share Market :શેરબજાર (Share Market )મંગળવારે સામાન્ય શરૂઆત રહી હતી. નિફ્ટી અને સેન્સેક્સ બંને લીલા નિશાનમાં ખૂલ્યા પણ કંઇ મોટો વધારો જોવા મળ્યો...
10:21 AM Dec 10, 2024 IST | Hiren Dave
શેરબજારમાં નબળી શરૂઆત નિફ્ટી અને સેન્સેક્સ લીલા નિશાનમાં ખૂલ્યા યુએસ માર્કેટ રેકોર્ડ સ્તરથી સરકી ગયું   Share Market :શેરબજાર (Share Market )મંગળવારે સામાન્ય શરૂઆત રહી હતી. નિફ્ટી અને સેન્સેક્સ બંને લીલા નિશાનમાં ખૂલ્યા પણ કંઇ મોટો વધારો જોવા મળ્યો...
share bazaar today

 

Share Market :શેરબજાર (Share Market )મંગળવારે સામાન્ય શરૂઆત રહી હતી. નિફ્ટી અને સેન્સેક્સ બંને લીલા નિશાનમાં ખૂલ્યા પણ કંઇ મોટો વધારો જોવા મળ્યો ન હતો. સવારે 9.33 કલાકે નિફ્ટી 24,628 અંક પર ખૂલ્યો હતો. 9.30 પોઇન્ટનો જ વધારો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સ 81,527.52 અંકે ખૂલ્યો હતો જેમાં 19.06 નો વધારો જોવા મળ્યો હતો. 14 વર્ષ બાદ ચીનના નાણાકીય નીતિના વલણમાં નરમાઈને કારણે એશિયન બજારોમાં સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. સોના અને ક્રૂડમાં પણ વધારો જોવા મળ્યો હતો. જોકે, યુએસ માર્કેટ રેકોર્ડ સ્તરથી સરકી ગયું છે. દરમિયાન, મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર હશે.

પ્રિ ઓપનિંગમાં વૃદ્ધિ જોવા મળી

પ્રિ-ઓપનિંગ સેશનમાં માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 87.58  પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 81,552.12 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 16.05 પોઈન્ટ અથવા 0.07 ટકાના વધારા સાથે 24,635.05 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ  વાંચો -પહેલા RBI એ નિરાશ કર્યા અને હવે HDFC એ આપ્યો મોટો ઝટકો

ગઈ કાલે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

તમને જણાવી દઈએ કે સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. વૈશ્વિક સ્તરે મિશ્ર સેન્ટિમેન્ટ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન યુનિલિવર, એક્સિસ બેન્ક જેવા મોટા શેરોમાં વેચવાલીથી બજાર ઘટ્યું હતું. અસ્થિર કારોબારમાં, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 200.66 પોઈન્ટ ના ઘટાડા સાથે 81,508.46 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 58.80 પોઈન્ટ ઘટીને 24,619 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ  વાંચો -શેરબજાર ખૂલતા જ કડાકો , રિલાયન્સ, TCS સહિત આ શેરો તૂટયા

જાણો નિષ્ણાંતોએ શું કહ્યું

એક નિષ્ણાંતના જણાવ્યાનુસાર  પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. આ સિવાય આ અઠવાડિયે ભારત અને અમેરિકામાં છૂટક ફુગાવાના આંકડા જાહેર થવાના છે અને યુરોપિયન સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી પર એક બેઠક યોજાવાની છે. આ કારણે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.

Tags :
nfityreliance share priceSENSEX TODAYShare BazaarSHARE MARKET LIVEStock Market Todaytata motors stock price
Next Article