ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જેલમાંથી બહાર આવીને 'ખતરો કે ખિલાડી' બનશે શીઝાન ખાન ? રોહિત શેટ્ટીના શોમાંથી કરશે વાપસી

અહેવાલ -રવિ પટેલ  ટીવી એક્ટર શીઝાન ખાન ધીમે ધીમે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે. તુનિષા શર્મા કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ હવે તેનું જીવન પાટા પર આવી ગયું છે. અગાઉ, તે પવિત્ર રમઝાન મહિનામાં તેની બહેનો સાથે ઇફ્તાર...
08:45 AM Apr 29, 2023 IST | Hiren Dave
અહેવાલ -રવિ પટેલ  ટીવી એક્ટર શીઝાન ખાન ધીમે ધીમે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે. તુનિષા શર્મા કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ હવે તેનું જીવન પાટા પર આવી ગયું છે. અગાઉ, તે પવિત્ર રમઝાન મહિનામાં તેની બહેનો સાથે ઇફ્તાર...

અહેવાલ -રવિ પટેલ 

ટીવી એક્ટર શીઝાન ખાન ધીમે ધીમે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે. તુનિષા શર્મા કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ હવે તેનું જીવન પાટા પર આવી ગયું છે. અગાઉ, તે પવિત્ર રમઝાન મહિનામાં તેની બહેનો સાથે ઇફ્તાર પાર્ટીમાં જોવા મળ્યો હતો. હવે તે ટીવીની દુનિયામાં પણ કમબેક કરી રહ્યો છે. અહેવાલ છે કે તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના શોમાં જોવા મળશે.



શીઝાન આ શોનો ભાગ હશે
રોહિત શેટ્ટીનો રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી સીઝન 13' શોની સૌથી વધુ રાહ જોવાતી સીઝનમાંથી એક છે. હવે ફેન્સ સ્પર્ધકોના નામ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટ્સ અનુસાર, 'ખતરો કે ખિલાડી સીઝન 13'નું શૂટિંગ મે 2023માં શરૂ થશે. ધીરે ધીરે શોમાં ભાગ લેનારાઓના નામ પણ બહાર આવવા લાગ્યા છે. તે જ સમયે, હવે એવા સમાચાર છે કે આ શોમાં શીઝાન ખાન પણ ભાગ લેશે. ટીવી શો 'અલીબાબા દાસ્તાન-એ-કાબુલ'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ અભિનેતાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. હવે તે ખતરોં કે ખિલાડી બનવા માટે તૈયાર છે.

શીઝાન-મેકર્સ વચ્ચે વાતચીત ચાલુ છે
રિપોર્ટ્સ અનુસાર, 'ખતરો કે ખિલાડી સીઝન 13'ના મેકર્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને શીઝાન ખાન આ સીઝનનો ભાગ બનવાની તૈયારી કરી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શીઝાને તેના પ્રવાસ અને અન્ય દસ્તાવેજોને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ મુજબ, તેની સુનાવણી 30 એપ્રિલના રોજ સુનિશ્ચિત કરવામાં આવી છે, ત્યારબાદ તે પુષ્ટિ કરવામાં આવશે કે શીઝાન શોનો ભાગ બનશે કે નહીં.

તુનીશા કેસમાં આવ્યું હતું નામ
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં 'અલીબાબા દાસ્તાન-એ-કાબુલ'ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી, જે બાદ એક્ટ્રેસની માતાએ શોના લીડ એક્ટર અને તેના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન પર તેને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી. બે મહિનાથી વધુ જેલમાં વિતાવ્યા બાદ તેને 4 માર્ચે વસઈ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

આ પણ  વાંચ- અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ પછી આવ્યો ચુકાદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
sheezan khansheezan khan arrestedsheezan khan bailsheezan khan casesheezan khan jaisheezan khan newssheezan khan sistersheezan khan tunisha sharmatunisha sharma sheezan khan
Next Article