ચિન્મય દાસની ધરપકડ પર Sheikh Hasina નું મોટું નિવેદન, Bangladesh સરકાર પર ગંભીર કર્યા આરોપ
- Bangladesh માં ISKCON ધર્મગુરુની ધરપકડનો મામલો
- પૂર્વ PM Sheikh Hasina એ યુનુસ સરકાર પર કર્યા પ્રહાર
- ધરપકડને ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન ગણાવ્યો
બાંગ્લાદેશ (Bangladesh)માં ચાલી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશ (Bangladesh)ના પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina)એ ઇસ્કોનના પૂર્વ પ્રમુખ ચિન્મય કૃષ્ણ દસની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશ (Bangladesh)ની વચગાળાની સરકાર પર આરોપ લગાવતા હસીનાએ કહ્યું કે, સનાતન ધર્મ વરિષ્ઠ નેતાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે, અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. હસીનાએ આ મામલાને ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન ગણાવ્યો હતો.
યુનુસ સરકાર પર ગંભીર સવાલ...
શેખ હસીના (Sheikh Hasina)એ બાંગ્લાદેશ (Bangladesh)ના PM યુનુસની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ગેરબંધારણીય રીતે સત્તામાં આવેલી આ સરકાર ન માત્ર હત્યારાઓને સજા આપવામાં નિષ્ફળ રહી છે પરંતુ માનવાધિકારના ઉલ્લંઘન પણ પ્રોત્સાહન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર સામાન્ય જનતાની સુરક્ષામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને જો તે ગુનેગારો સામે કડક કાર્યવાહી નહીં કરે તો તેને સજા પણ કરવામાં આવશે. શેખ હસીના (Sheikh Hasina)એ બાંગ્લાદેશ (Bangladesh)ના નાગરિકોને આતંકવાદ અને ઉગ્રવાદ સામે એકજૂથ થવા અપીલ કરી હતી, જેથી સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
আওয়ামী লীগ সভানেত্রী বঙ্গবন্ধুকন্যা শেখ হাসিনার বিবৃতিঃ
চট্টগ্রামে একজন আইনজীবীকে হত্যা করা হয়েছে, এই হত্যার তীব্র প্রতিবাদ জানাচ্ছি। এই হত্যাকাণ্ডের সঙ্গে যারা জড়িত তাদেরকে খুঁজে বের করে দ্রুত শাস্তি দিতে হবে। এই ঘটনার মধ্য দিয়ে চরমভাবে মানবাধিকার লঙ্ঘিত হয়েছে। একজন… pic.twitter.com/b7yjlyj9Et
— Awami League (@albd1971) November 28, 2024
આ પણ વાંચો : લ્યો બોલો, ગર્લફ્રેન્ડે રૂ. 5,900 કરોડ કચરામાં નાંખી દીધા! પછી બોયફ્રેન્ડે કર્યું આવું કે..!
ધાર્મિક લઘુમતીઓ પર વધતા હુમલા...
હસીનાએ બાંગ્લાદેશ (Bangladesh)માં ધાર્મિક લઘુમતીઓ પર વધી રહેલા હુમલાની પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, ચટગાંવમાં એક મંદિર સળગાવવામાં આવ્યું હતું અને આ પહેલા અહમદિયા સમુદાયના અનેક મસ્જિદો, મંદિરો, ચર્ચો અને ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે બાંગ્લાદેશ (Bangladesh) સરકારને તમામ ધર્મના લોકોની ધાર્મિક સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. હસીનાએ કહ્યું કે, દરેક સમુદાયના લોકોને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે અને તેમના જીવન અને સંપત્તિની સુરક્ષા સરકારની પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ.
આ પણ વાંચો : Mamata : મોદી સરકારને અમારુ સમર્થન....
સાંપ્રદાયિક સૌહાર્દની અપીલ...
શેખ હસીના (Sheikh Hasina)એ સાંપ્રદાયિક સૌહાર્દ પુનઃસ્થાપિત કરવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સનાતન ધર્મના વરિષ્ઠ નેતાની ધરપકડ અન્યાયી છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ (Bangladesh) સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશના તમામ ધાર્મિક સમુદાયોના લોકો શાંતિપૂર્વક તેમના ધર્મનું પાલન કરી શકે અને કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત ન અનુભવે.
આ પણ વાંચો : માલિકના મોતનું કારણ બની આ પાલતુ બિલાડી! ઘટના જાણી ચોંકી જશો