Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnath Mela : Gujarat First નો મહાભંડારો, 'સ્વચ્છતાનાં પ્રહરીઓ' નું કર્યું સન્માન

જુનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રિને લઈ ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, કલાકારો અને મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ Studio On Wheels દ્વારા 'શિવમહોત્સવ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા મેળામાં આવતા ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરાયું છે.
bhavnath mela   gujarat first નો મહાભંડારો    સ્વચ્છતાનાં પ્રહરીઓ  નું કર્યું સન્માન
Advertisement
  1. જુનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રિને લઈ ભવ્ય મેળાનો ત્રીજો દિવસ (Bhavnath Mela)
  2. શિવભક્તિની સાથે અન્નસેવા, જનસેવાનો મહાસંગમ, મિનિ કુંભમાં નિ:સ્વાર્થ સેવાઓનાં અદભુત દ્રશ્યો
  3. ગુજરાત ફર્સ્ટ દ્વારા મહાભંડારો, સફાઈકર્મીઓનું સન્માન કરાયું
  4. સાધુ-સંતો, મહંતો અને સેવકો, શિવભક્તો સાથે વિશેષ સંવાદ
  5. 65 વર્ષથી ખોડિયાર ટ્રસ્ટ અવિરત પણે કરી રહ્યું છે અન્નદાન
  6. મનપા સેનિટેશન વિભાગ દ્વારા શહેર સ્વચ્છ રાખવા લોકોને અપીલ

Junagadh : જુનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રિને (MahaShivratri) લઈ ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, કલાકારો અને મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ (Bhavnath Mela) આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાત ફર્સ્ટ Studio On Wheels દ્વારા 'શિવમહોત્સવ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા મેળામાં આવતા ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે થકી રોજ 1 હજાર જેટલા શિવભક્તોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આમ, પત્રકારિકતા સાથે ગુજરાત ફર્સ્ટ સેવાકાર્યમાં પણ જોડાયું છે.

Advertisement

Bhavnath Mela માં સાધુ-સંતો અને મહંતો સાથે ગુજરાત ફર્સ્ટનો વિશેષ સંવાદ

ભવનાથમાં (Bhavnath Mela) હાલ મિનિ કુંભ જોવા માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા સાધુ-સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, મેળામાં નિ:સ્વાર્થ સેવા આપતા લોકો અને શિવભક્તો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે અને તેમની અનુભૂતિ અને ભવનાથનાં ભક્તિમય માહોલ અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં દિગંબર સાધુઓ અને અખાડાઓની હાજરી જોવા મળી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સાધુ-સંતો સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. મહંત થાણાપતિ મહારાજ વિજયપૂરી મહારાજ, મહંત શિવરાત્રિગીરી મહારાજ અને માતાજી ભાગીરથી પૂરી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી અને ભવનાથ મેળાની દિવ્યતા અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

ગુજરાત ફર્સ્ટ દ્વારા 'સ્વચ્છતાનાં પ્રહરીઓ'નું સન્માન કરાયું

ભવનાથ મેળામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા પત્રકારિકતા સાથે સેવાકાર્ય તો થઈ જ રહ્યું છે પરંતુ, એ સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા ભવનાથમાં 'સ્વચ્છતાનાં પ્રહરીઓ'નું સન્માન પણ કરવામાં આવ્યું છે. ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટનાં હસ્તે મહિલા સફાઈકર્મીનું સન્માન કરવામાં આવ્યું. સફાઈકર્મીને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને તેમના કાર્યને બિરદાવ્યું હતું. આ સાથે જ મેળામાં સ્વચ્છતા જાળવવા ભક્તોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે.

ફૂલોથી શણગારેલી શિવલિંગની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર

મહાશિવરાત્રિનાં (MahaShivratri) મેળાને લઈ ભવનાથને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. અહીં, વિવિધ રોશની, પ્રતિકૃતિ અને ડેકોરેશનથી ભવનાથની સુંદરતાને વધુ વધારવામાં આવી છે. ત્યારે, ભવનાથ ચોક પહેલા એક ખાસ શિવલિંગની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ શિવલિંગને વિવિધ ફૂલોથી શણગારવામાં આવી છે. શિવભક્તો આ શિવલિંગની પ્રતિકૃતિ સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ભક્તિમય માહોલનો આનંદ ઊઠાવી રહ્યા છે.

65 વર્ષથી ખોડિયાર ટ્રસ્ટ અવિરત પણે કરી રહ્યું છે અન્નદાન

ભવનાથમાં (Bhavnath Mela) જ્યારે એક તરફ શિવભક્તિનો રંગ જામ્યો છે. ત્યારે બીજી તરફ શિવભક્તિ અને અન્નદાનનો અદ્ભુત સંગમ પણ જોવા મળી રહ્યો છે. ભવનાથ મેળા નિમિત્તે ખોડિયાર ટ્રસ્ટ (Khodiyar Trust) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નસેવા આપવામાં આવી રહી છે. ઈસ.1961 થી ટ્રસ્ટ દ્વારા આ સેવા અવિરત ચાલુ છે. આઈ શ્રી ખોડિયાર અન્નક્ષેત્ર છેલ્લા 65 વર્ષથી પ્રસાદનું વિતરણ કરે છે. લાખો શ્રદ્ધાળુઓને ખોડિયાર ટ્રસ્ટ અન્નદાનથી જમાડી રહ્યું છે. મહાશિવરાત્રિ મેળામાં ખોડિયાર ટ્રસ્ટની 24 કલાક અન્નસેવા યથાવત છે.

આ પણ વાંચો - Junagadh: ગિરનારની તળેટીમાં સેવાનો ધોધ: 25 હજારથી વધુ ભાવિકો માટે ચા-અલ્પાહારની વ્યવસ્થા

Bhavnath Mela માં મનપા સેનિટેશન વિભાગની શહેર સ્વચ્છ રાખવા અપીલ

જુનાગઢમાં ભવનાથ મેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે દેશ અને દુનિયાભરમાંથી શિવભક્તો અહીં મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા શિવભક્તોને કોઈ મુશ્કેલીનાં સર્જાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. મેળા દરમિયાન શહેર સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરાઈ રહી છે. મનપા સેનિટેશન વિભાગ (Municipal Sanitation Department) દ્વારા સફાઈ માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આયુષ હોસ્પિટલ અને જુનાગઢ પોલીસના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

જુનાગઢમાં (Junagadh) ભવનાથ મેળામાં શિવભક્તોનું ઘોડાપુર જોઈ તંત્ર દ્વારા સુરક્ષા, મેડિકલ, રહેવા-ભોજન, ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ સહિત તમામ પ્રકારની વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ પોલીસના સહયોગથી મેળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પની પણ સેવા આપવામાં આવી રહી છે. આયુષ હોસ્પિટલ (Ayush Hospital) દ્વારા ગીરનાર ચઢતા-ઉતરતા ભક્તોને મફત સારવાર આપવામાં આવી રહી છે. શરદી, ખાંસી, તાવ અને શરીરનાં દુખાવાની મફત દવા આપવામાં આવી રહી છે. સાથે જ મેળામાં શહેર સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરાઈ રહી છે.

આ પણ વાંચો - Junagadh: ભવનાથના મેળામાં Gujarat First નો અનોખો શિવમહોત્સવ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

Bhavnath Mela માં દિવ્યાંગજનો માટે રિક્ષા, ભક્તો માટે મિનિ બસની વ્યવસ્થા

આ સાથે ભવનાથ મેળામાં (Bhavnath Mela) આવતા દિવ્યાંગજનો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે ખાસ રિક્ષા અને સિનિયર સિટિઝન, બાળકો માટે મિનિ બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પાણી, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો - Junagadh: ભવનાથમાં પોલીસ કંટ્રોલ રૂમ સતત ભક્તોની સેવામાં કાર્યરત!

Tags :
Advertisement

.

×