Palanpur માં ચોંકાવનારી ઘટના : ઉદ્યોગપતિ હસમુખ પટેલે સગીરાને શાળામાંથી લઈ જઈને કર્યું દુષ્કર્મ
- Palanpur માં વાલીના બહાને સગીરા પર અત્યાચા ર: હસમુખ પટેલને 4 દિવસના રિમાન્ડ, શાળાની બેદરકારી પર સવાલ
- બનાસકાંઠા દુષ્કર્મ કેસ : ઉદ્યોગપતિ હસમુખ પટેલે અનેક વખત કર્યું શોષણ, પોલીસ તપાસમાં ખુલાસા
- સગીરા પર દુષ્કર્મ : પાલનપુરમાં હસમુખ પટેલ ઝડપાયો, વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
- ચંડીસર GIDCમાં સગીરા પર અત્યાચાર : હસમુખ પટેલને કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ, પોલીસ અપીલ
Palanpur : બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જે વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન છે. પાલનપુરમાં રહેતા અને ચંડીસરમાં ઔદ્યોગિક એકમ ચલાવતા ઉદ્યોગપતિ હસમુખ પટેલ પર એક સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ સગીરાના ભોળપણનો લાભ લઈને તેને શાળામાંથી વાલી તરીકેની ઓળખ આપીને લઈ ગયો હતો અને પોતાના ઔદ્યોગિક એકમમાં તેનું શોષણ કર્યું હતું. આ ઘટના પર પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો છે.
શાળામાં આપી વાલીની ખોટી ઓળખ
ઘટનાની વિગતો અનુસાર, હસમુખ પટેલે સગીરા પર નજર બગાડી અને તેને શાળામાંથી લેવા માટે વાલી તરીકેની ઓળખ આપી હતી. શાળાના સ્ટાફે વાસ્તવિક વાલીને જાણ કર્યા વિના જ તેને આરોપી સાથે મોકલી દીધી, જે શાળાની ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે. આરોપીએ સગીરાને પોતાની કારમાં બેસાડીને ચંડીસર GIDCમાં આવેલા પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માત્ર એક વખતની ઘટના નથી, પરંતુ આરોપીએ સગીરાને લલચાવી, ફોસલાવી અને અનેક વખત તેનું શોષણ કર્યું છે.
Palanpur પશ્ચિમ પોલીસની ત્વરિત કાર્યવાહી
આ ઘટનાની જાણ સગીરાના માતા-પિતાને થતાં તેઓએ તાત્કાલિક પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે હસમુખ પટેલ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેને પકડવા માટે તપાસ શરૂ કરી. ઘટના બાદ આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેને ગઈકાલે પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ કડક પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે.
Palanpur DySP ડો. જીગ્નેશ ગામીતે કહ્યું- તમે પોલીસને કહો
પોલીસ તપાસમાં ટેકનિકલ સર્વિસ અને અન્ય પુરાવાઓના આધારે વધુ ખુલાસા થઈ રહ્યા છે. DySP ડો. જીગ્નેશ ગામીતે મીડિયા સમક્ષ જણાવ્યું કે, "સગીરા સાથે પાલનપુરના ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવી છે. આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે વાલીઓને અપીલ કરીએ છીએ કે દીકરીઓ સાથે છેડછાડ કે કોઈ ગંભીર ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. આવા સંવેદનશીલ મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે."
શાળાની પણ બેદરકારી આવી સામે
આ ઘટના શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉઠાવે છે. શાળાએ વાસ્તવિક વાલીને જાણ કર્યા વિના સગીરાને અજાણી વ્યક્તિ સાથે મોકલી દીધી, જે તેમની બેદરકારી દર્શાવે છે. વાલીઓને પણ તેમની દીકરીઓની સુરક્ષા માટે વધુ સાવધાન રહેવું જોઈએ. આ કિસ્સો સમાજમાં મહિલા અને બાળકીઓની સુરક્ષાના મુદ્દાને ઉજાગર કરે છે. પોલીસે આવા કેસોમાં ઝડપી કાર્યવાહી કરીને દોષીઓને સજા અપાવવી જોઈએ, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ગુજરાતમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં સુરક્ષા અને જાગૃતિની જરૂર છે.
આ પણ વાંચો- Kheda: દિવસે દર્શન રાત્રે ચોરી! નડિયાદના મોટા મહાદેવ મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો


