ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુલામ નબી આઝાદનો Shocking Video, કહ્યું - મુસલમાન પહેલા હિંદુ જ હતા પણ તેઓ...

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પૂર્વ કોંગ્રેસ નેતા અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટીના પ્રમુખ તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના લોકોને કહી રહ્યા...
11:24 AM Aug 17, 2023 IST | Hardik Shah
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પૂર્વ કોંગ્રેસ નેતા અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટીના પ્રમુખ તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના લોકોને કહી રહ્યા...

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પૂર્વ કોંગ્રેસ નેતા અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટીના પ્રમુખ તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના લોકોને કહી રહ્યા છે કે, હિન્દુ ધર્મ ઈસ્લામથી પણ જુનો ધર્મ છે અને તમામ મુસલમાન પહેલા હિન્દુ જ હતા. ગુલામ નબી આઝાદનો આ વીડિયો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનો હોવાનું કહેવાય છે.

આ દેશમાં દરેક વ્યક્તિ હિંદુ તરીકે જન્મે છે : ગુલામ નબી આઝાદ

કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમય સુધી રહેલા ગુલામ નબી આઝાદે ગત વર્ષે જ પાર્ટીને અલવિદા કહી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) નામની પોતાની પાર્ટી બનાવી. આ દિવસોમાં ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ ભારતમાં ધર્મોના ઐતિહાસિક સંદર્ભ વિશે વાત કરતા જોઈ અને સાંભળી શકાય છે. તેમણે આ વીડિયોમાં કહ્યું હતું કે "આ દેશમાં દરેક વ્યક્તિ હિંદુ તરીકે જન્મે છે. ઈસ્લામનો ઉદય લગભગ 1500 વર્ષ પહેલાં થયો હતો, જ્યારે હિંદુ ધર્મ ખૂબ જ પ્રાચીન છે. કેટલાક મુસ્લિમો બહારથી આવ્યા હશે અને મુઘલ સેનામાં ફરજ બજાવી હશે. પાછળથી ભારતમાં લોકો હિંદુ ધર્મમાંથી ઈસ્લામ ધર્મમાં પરિવર્તિત થઇ ગયા." જણાવી દઇએ કે, ગુલામ નબી આઝાદ 9 ઓેગસ્ટે અહીં ભાષણ આપવા પહોંચ્યા હતાં.

આપણે બધા શરૂઆતમાં હિંદુ વારસા સાથે જન્મેલા : ગુલામ નબી આઝાદ

ગુલામ નબી આઝાદે વધુમાં કહ્યું હતું કે "કાશ્મીરમાં એક મુખ્ય ઉદાહરણ જોવા મળે છે, જ્યાં 600 વર્ષ પહેલાં લોકોએ ઈસ્લામ સ્વીકાર્યો તે પહેલાં વસ્તી મુખ્યત્વે કાશ્મીરી પંડિતોની હતી. આ મને ખાતરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે કે બધા શરૂઆતમાં હિંદુ વારસા સાથે જન્મેલા છે. હિંદુ હોય, મુસ્લિમ હોય, રાજપૂત હોય, બ્રાહ્મણ હોય, દલિત હોય, કાશ્મીરી હોય કે ગુર્જર હોય, આપણે સૌ આ માતૃભૂમિના એક ભાગ છીએ. આપણાં મૂળ આ ભૂમિમાં છે."  ગુલામ નબી આઝાદે ધર્મને રાજકારણ સાથે જોડનારા નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "રાજકારણમાં જે ધર્મનો સહારો લે છે તે કમજોર છે. જેને પોતાનામાં વિશ્વાસ છે, તે ધર્મનો સહારો નહીં લે. જે સાચો છે, તે કહેશે કે હું આગળ શું કરીશ, કેવી રીતે કરીશ. વિકાસ લાવશે. પરંતુ જે નબળો છે તે કહેશે કે હું હિંદુ છું કે મુસ્લિમ. તેથી જ મને મત આપો."

આ માટીમાં જન્મ્યા અને આ જ માટી થઇશું રાખ : ગુલામ નબી આઝાદ

આઝાદે વધુમાં કહ્યું કે, "અમે બહારથી નથી આવ્યા. આ માટીની ઉપજ છે. આ માટીમાં જ રાખ થઈ જવાની છે. ભાજપના કેટલાક નેતાએ કહ્યું કે કેટલાક બહારથી આવ્યા છે, કેટલાક અંદરથી આવ્યા છે. મેં કહ્યું તેમને કે અંદર કે બહારથી કોઈ આવ્યું નથી. હિંદુઓમાં બાળવામાં આવે છે. ત્યારબાદ અવશેષો નદીમાં ફેંકવામાં આવે છે. તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે.

કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી બનાવી

ગત વર્ષે ઓગસ્ટમાં ગુલામ નબી આઝાદે દેશની સૌથી જૂની પાર્ટી છોડીને પોતાની નવી પાર્ટી બનાવી હતી. આઝાદની વિદાયને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે. તેમણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપ્યું હતું. આ પછી જ 7 સપ્ટેમ્બરે કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો યાત્રા' શરૂ થઈ હતી. કોંગ્રેસની ટીકા કરતી વખતે ગુલામ નબી આઝાદે કડક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર ખાસ પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો - દિલ્હીમાં INDIA ગઠબંધનમાં પડી તિરાડ, કોંગ્રેસે કર્યુ તમામ 7 લોકસભા સીટો પર ચૂંટણી લડવાનું એલાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Former Congress LeaderGhulam-Nabi-AzadHindu DharmJammu-KashmirMuslim DharmreligionSocial Media
Next Article