Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં શૂટિંગ વોલીબોલ ચેમ્પિયનની ધરપકડ : ગોલ્ડ મેડલિસ્ટ વિકાસ ભાર્ગવ ગેરકાયદે તમંચા સાથે ઝડપાયો

Surat નો ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડી ઝડપાયો : વિકાસ ભાર્ગવ પાસેથી તમંચો જપ્ત
surat માં શૂટિંગ વોલીબોલ ચેમ્પિયનની ધરપકડ   ગોલ્ડ મેડલિસ્ટ વિકાસ ભાર્ગવ ગેરકાયદે તમંચા સાથે ઝડપાયો
Advertisement
  • Surat નો ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડી ઝડપાયો : વિકાસ ભાર્ગવ પાસેથી તમંચો જપ્ત
  • ખેલ મહાકુંભનો ચેમ્પિયન આરોપી : વિકાસ ભાર્ગવ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • સુરતમાં શૂટિંગ વોલીબોલ સ્ટારની ધરપકડ : તમંચા સાથે વિકાસ ભાર્ગવ ઝડપાયો
  • ગોલ્ડ મેડલથી ગુનાની દુનિયા સુધી : વિકાસ ભાર્ગવ તમંચા સાથે પકડાયો
  • સુરતનો ચેમ્પિયન ખેલાડી ગુનામાં ફસાયો : વિકાસ ભાર્ગવની તમંચા સાથે ધરપકડ

સુરત : સુરતના ( Surat ) રમતગમત જગતમાં ચકચાર મચાવનારી ઘટનામાં શૂટિંગ વોલીબોલમાં પાંચ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતનાર રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી વિકાસ ભાર્ગવ ગેરકાયદે તમંચા સાથે ઝડપાયો છે. ચોક બજાર પોલીસે ગુપ્ત બાતમીના આધારે વિકાસની ધરપકડ કરી છે. આ કેસમાં વેડ રોડનો માથા ભારે ઋત્વિક ઉર્ફે સોનિયો જેણે તમંચો સાચવવા માટે વિકાસને આપ્યો હતો, તે વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે. ડીસીપી રાઘવ જૈને જણાવ્યું કે વિકાસે પોતાના મિત્રનો તમંચો સાચવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે હવે તે આરોપી બની ગયો છે.

ચોક બજાર પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડીને 30 વર્ષીય વિકાસ અશોક ભાર્ગવની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો જપ્ત કરવામાં આવ્યો છે. વિકાસે પોલીસને જણાવ્યું કે તેણે આ તમંચો તેના મિત્ર ઋત્વિક ઉર્ફે સોનિયોએ તેને સાચવવા માટે આપ્યો હતો. જેથી હવે પોલીસે આરોપી ઋત્વિકની શોધખોળ શરૂ કરી છે, જે હાલ ફરાર છે.

Advertisement
Advertisement

Surat :  પાંચ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ  

Advertisement

વિકાસ ભાર્ગવ શૂટિંગ વોલીબોલમાં ખેલ મહાકુંભનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેણે મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશમાં રમીને પાંચ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા. આવા ખેલાડીનું ગેરકાયદે હથિયારના કેસમાં ઝડપાવું સુરતના રમતગમત જગત માટે આઘાતજનક છે.

આ પણ વાંચો- Dahegam Group Clash : દહેગામમાં પથ્થરમારાની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

વિકાસનો ગુનાહિત ઇતિહાસ

આ પહેલીવાર નથી કે વિકાસ ભાર્ગવ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો હોય. વર્ષ 2022માં તે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં મદદગારી બદલ ઝડપાયો હતો. આ ઘટનાએ તેની ખેલાડી તરીકેની સિદ્ધિઓ પર પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. શૂટિંગ વોલીબોલ એસોસિએશન સાથે સંકળાયેલા ઘણા લોકોએ આ ઘટના પર આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.

આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો ગુનો

ચોક બજાર પોલીસે વિકાસ ભાર્ગવ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ડીસીપી રાઘવ જૈનના જણાવ્યા અનુસાર, વિકાસે તમંચો પોતાના મિત્ર ઋત્વિક ઉર્ફે સોનિયો પાસેથી લીધો હોવાનું કબૂલ્યું છે. પોલીસ હવે ઋત્વિકની શોધખોળ કરી રહી છે અને આ તમંચાના સ્ત્રોત અને તેના ગેરકાયદે ઉપયોગની તપાસ કરી રહી છે. આ કેસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણીની પણ શક્યતા તપાસવામાં આવી રહી છે.

શૂટિંગ વોલીબોલ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં ખૂબ લોકપ્રિય રમત છે. વિકાસ ભાર્ગવ જેવા ખેલાડીઓએ આ રમત દ્વારા સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું હતું. જોકે, આવી ઘટનાઓથી રમતની પ્રતિષ્ઠા અને ખેલાડીઓની સાખને નુકસાન થાય છે. સ્થાનિક શૂટિંગ વોલીબોલ એસોસિએશન આ ઘટના અંગે તપાસ કરી રહ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે પગલાં લેવાની વાત કરી રહ્યું છે.

આ પણ વાંચો- Surendranagar : ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી સાથે લાફાવાળી! ઘટના CCTV માં કેદ

Tags :
Advertisement

.

×