ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરની Spleen ની થઇ સફળ સર્જરી,હોસ્પિટલમાં એક સપ્તાહ સુધી રહ્યું પડશે!
- Shreyas Iyer Spleen Injury: શ્રેયસ ઐયરની Spleen ની સફળ સર્જરી
- ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થતા હોસ્પિલ ખસેડાયા
- હોસ્પિટલમાં એક સપ્તાહ સુધી હજુ રહ્યું પડશે!
ઓસ્ટ્રેલિયા સામે 25 ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયરની સફળ સર્જરી કરવામાં આવી છે.કેચ પકડવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઐયરને તાત્કાલિક સિડનીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં તેની પાંસળીઓમાં લોહી નીકળતું હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ Spleen Injuryની સફળ સર્જરી કરવામાં આવી છે. હાલ તબિયત સારી છે અને ICUમાંથી બહાર આવી ગયા છે.
Shreyas Iyer Spleen Injury: સફળ સર્જરી બાદ તબિયત સુધરી
અહેવાલ મુજબ, શ્રેયસ ઐયરે સિડનીની હોસ્પિટલમાં બરોળની ઈજા (Spleen Injury) માટે જરૂરી સર્જરી સફળતાપૂર્વક કરાવી લીધી છે. હાલમાં તેઓ ICUમાંથી બહાર આવી ગયા છે અને તેની તબિયત સુધરી રહી છે.ઐયરને આગામી સપ્તાહમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.BCCI એ ઐયરની સંભાળ અને સતત નિરીક્ષણ માટે ડૉ. રિઝવાન ખાનની નિમણૂક કરી છે. BCCI ઐયરના પરિવારને પણ સિડની મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ઐયર હાલમાં સિડનીમાં એક નજીકના મિત્રના ઘરેથી લાવેલું ભોજન ખાઈ રહ્યો છે અને પોતાની દૈનિક પ્રવૃત્તિઓ જાતે કરી રહ્યા છે.
Shreyas Iyer Spleen Injury: સૂર્યકુમાર યાદવે હેલ્થ અંગે આપી માહિતી
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું હતું.સૂર્યકુમારે જણાવ્યું હતું, "જ્યારે શ્રેયસે કેચ પકડ્યો ત્યારે તે સામાન્ય લાગતો હતો. અમે તેની સાથે પછી વાત કરી, અને તે સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો. પછી અમને લાગ્યું કે તેની હાલત થોડી સારી છે. ભગવાન તેની સાથે હતા અને તે ખૂબ જ સ્વસ્થ થઈ રહ્યો છે. તે જલદી સ્વસ્થ થઈ જશે, અને પછી અમે તેને અમારી સાથે ઘરે લઈ જઈશું."સફળ સર્જરી બાદ ક્રિકેટ ચાહકોને રાહત મળી છે અને એવી આશા છે કે ઐયર ઝડપથી સ્વસ્થ થઈને ક્રિકેટના મેદાનમાં પાછો ફરશે.
આ પણ વાંચો: બેટ્સમેને સિક્સ ફટકારી પણ એમ્પાયરે તેને OUT આપ્યો! Video જોઇને જાણો અહીં શું થઇ ભૂલ