Jain Community : સાડત્રીસી વિશાશ્રીમાળી જૈન સમાજે પ.પુ.ભકિતયોગાચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની ગુરૂ તરીકે સ્થાપના
Jain Community : 2600 વર્ષ અગાઉ ભગવાન મહાવીર સ્વામીએ જૈન ધર્મની સ્થાપના કરી ત્યારથી ગુરૂ પરંપરા ચાલી આવે છે. ગુજરાતમાં ભલે જુદાજુદા જૈન સમુદાય (Jain Community) રહ્યાં, પરંતુ સૌનો હેતુ એક જ છે શિસ્તબદ્ધ અહિંસા દ્વારા આધ્યાત્મિક શુદ્ધતા અને જ્ઞાનનો માર્ગ શીખવાનો. અમદાવાદના પાલડી (Paldi Ahmedabad) નારાયણનગર વિસ્તારમાં શ્રી સાડત્રીસી વિશાશ્રીમાળી જૈન મિત્ર મંડળ દ્વારા ગુરૂ સ્થાપનાનો ગત રવિવારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં બે હજાર જેટલા જૈન પરિવારના સભ્યો મુંબઈ તેમજ રાજ્યના અન્ય શહેર/ગામમાંથી ભાવના તેમજ ભક્તિુપૂર્વક યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
દોઢસો વર્ષ જુના સાડત્રીસી જૈન સમાજે કેમ લીધો નિર્ણય ?
મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના યુગમાં આજે Jain Community જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો વ્યસન અને ખરાબ કાર્યો તરફ વળી રહ્યાં છે. 'ગુરૂ વિના જ્ઞાન નહીં' આ સૂત્ર આજના સમયમાં અપનાવવું ખૂબ જરૂરી છે અને આ જ કારણસર દોઢસો વર્ષ જુના શ્રી સાડત્રીસી વિશાશ્રીમાળી જૈન સમાજે ગુરૂ સ્થાપનાનો નિર્ણય લીધો. પ.પૂ.આ.ભ. યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ (Yashovijay Surishwarji Maharaj) ને ગુરૂ તરીકે સ્થાપના કરવાનો નિર્ણય ગત માર્ચ મહિનાના અંતમાં સર્વ સંમતિથી લેવામાં આવ્યો.
ભક્તિભર્યા માહોલમાં ગુરૂ સ્થાપના કરાઈ
ચુંવાળ અને વઢીયાર પંથકના ગામોમાં રહેતા જૈન સમાજના પરિવારોએ દોઢસો વર્ષ પૂર્વે સાડત્રીસી સમાજની રચના કરી હતી. શ્રી સાડત્રીસી વિશાશ્રીમાળી જૈન મિત્ર મંડળ (Shri Sadtrisi Visha Shrimali Jain Mitra Mandal) છેલ્લાં ચાલીસેક વર્ષથી સક્રિય છે. ગત 18 મેના રોજ પ.પૂ.આ.ભ. યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને તેમના અનુયાયી એવા સાધુ, સાધ્વીજીઓ અને મુની સાથે પાલડી વાસુપૂજ્ય સોસાયટી ખાતેથી વાજતે ગાજતે નીકળી સમાજની વાડી ખાતે સામૈયું કરવામાં આવ્યું હતું. ચંદ્રનગર બ્રિજ પાસે આવેલી સાડત્રીસી સમાજની વાડી ખાતે યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની જૈન ભક્તોની હાજરીમાં ગુરૂ તરીકે સ્થાપના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad : સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરમાં લાગી આગ, AC માં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન
અનેક સેવા કાર્યો કરે છે સાડત્રીસી સમાજ
પયુર્ષણ પર્વ દરમિયાન તપસ્વીઓનું સન્માન કરવા ઉપરાંત Jain Community માટે સમયાંતરે અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. છેલ્લાં ચાલીસેક વર્ષથી આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા સમાજના પરિવારના દીકરા-દીકરીના દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન સાડત્રીસી વિશાશ્રીમાળી જૈન સમાજ કરી રહ્યો છે. મેડીકલ કેમ્પ તેમજ સ્વૈચ્છીક રક્તદાન શિબિર પણ યોજી ચૂક્યો છે આ સમાજ. સાધર્મિક પરિવારોને રાશન કીટ આપવાથી લઈને તેમના મેડીકલ ખર્ચની જવાબદારી સમાજના આગેવાનો ઉપાડી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય