BCCI Announcement: શુભમન ગિલને સોંપાઈ ટેસ્ટ ટીમની કમાન, કરુણ નાયરની વાપસી... ઇંગ્લેન્ડ પ્રવાસ માટે Team Indiaની જાહેરાત
- ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- શુભમન ગિલને સોંપાઈ ટેસ્ટ ટીમની કમાન
- કરુણ નાયર આઠ વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો
England Tour 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. ભારતે ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. યુવા બેટ્સમેન શુભમન ગીલને ટેસ્ટની કપ્તાની સોંપવામાં આવી છે. જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નથી.
શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન
BCCIએ શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. IPL 2025માં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો હીરો પણ રહી ચુક્યો છે.
BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશદીપ, અર્શદીપ સિંહ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં 6 બોલરો પસંદ કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ સ્પિનર્સ છે.
આ પણ વાંચો : Neeraj Chopra એ મેળવ્યો સિલ્વર મેડલ, જિંદગીમાં સૌ પ્રથમવાર કર્યા આટલા ફાઉલ
કરુણ નાયરની પસંદગી
મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. નાયર આઠ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તેણે છેલ્લી વખત 2017માં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમી હતી. શાર્દુલ ઠાકુરની પણ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે.
18 સભ્યોની ટીમ ઈન્ડિયા
આ ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન બી, શરદ, મોહમ્મદ સુંદર, શરદ કુમાર, શરદ કુમાર, મોહમ્મદ બી. કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ રમવાના છે.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025
આ પણ વાંચો : RCB VS SRH : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી