Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો

Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 5389 ઈમરજન્સી કોલ આવ્યા છે. જે સામાન્ય દિવસોના 5199 કોલની સરખામણીમાં 565 કોલ વધુ છે. તેમજ રોડ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. તથા દિવાળી દરમિયાન 916 રોડ અકસ્માતના કોલ આવ્યા જે સામાન્ય દિવસોના 529 કોલની સરખામણીમાં 387 કેસ વધુ છે.
diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો
Advertisement
  • Diwali દરમિયાન સામાન્ય દિવસોની 5199ની તુલનામાં 565 કોલ વધુ
  • રોડ અકસ્માતના કેસમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો
  • દિવાળીના સમયગાળામાં બર્ન સંબંધિત 56 કેસ નોંધાયા

Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 5389 ઈમરજન્સી કોલ આવ્યા છે. જે સામાન્ય દિવસોના 5199 કોલની સરખામણીમાં 565 કોલ વધુ છે. તેમજ રોડ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. તથા દિવાળી દરમિયાન 916 રોડ અકસ્માતના કોલ આવ્યા જે સામાન્ય દિવસોના 529 કોલની સરખામણીમાં 387 કેસ વધુ છે.

Diwali ના સમયગાળામાં બર્ન સંબંધિત 56 કેસ નોંધાયા

Diwali ના સમયગાળામાં બર્ન સંબંધિત 56 કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદ 17 કેસ, સુરત 8 કેસ, જામનગર 5 કેસ, નવસારી 4 કેસ સામે આવ્યા છે. જેમાં 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ કેસોમાં તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે. નાગરિકોને તહેવારો દરમિયાન સાવચેતી રાખવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તહેવારોની રજાઓમાં જાહેર પ્રવૃત્તિઓ વધવાથી માર્ગ અકસ્માત અને ઝઘડાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે.

Advertisement

Advertisement

Diwali: માર્ગ અકસ્માતના કેસોમાં 73.18%નો મોટો વધારો

માર્ગ અકસ્માતના કેસોમાં 73.18%નો મોટો વધારો નોંધાયો છે. જેમાં સામાન્ય 539 કેસની સામે 919 ઇમરજન્સી નોંધાઈ હતી. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે મારામારી (ફિઝિકલ અસોલ્ટ) ના કેસોમાં 144%નો તેજ વધારો નોંધાયો, જેમાં દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

અકસ્માતોમાં ઇજાઓના કેસોમાં પણ 75.73%નો વધારો

વાહન સિવાયના અકસ્માતોમાં ઇજાઓના કેસોમાં પણ 75.73%નો વધારો થયો હતો. જિલ્લાવાર વિશ્લેષણ મુજબ, મહાનગરોમાં ઇમરજન્સી કેસમાં થયેલો વધારો સૌથી વધુ હતો. સુરતમાં 83.78% અને રાજકોટમાં 85.68%નો સૌથી મોટો વધારો નોંધાયો, જે તહેવારી મુસાફરી અને શહેરી ભીડની ગીચતા દર્શાવે છે. આ ઉપરાંત, દાહોદ, પંચમહાલ, કચ્છ, ભાવનગર, આણંદ અને ખેડા જેવા ગ્રામ્ય અને અર્ધશહેરી જિલ્લાઓમાં પણ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 25 કે તેથી વધુ ઇમરજન્સી નોંધાઈને નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ફટાકડાના કારણે થતા પ્રદૂષણની અસર શ્વાસ સંબંધિત ઇમરજન્સીમાં જોવા મળી હતી. શ્વાસ લેવામાં તકલીફના કેસોમાં 4.82% નો વધારો નોંધાયો, જે પ્રદૂષણની પર્યાવરણીય અસરને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પણ વાંચો: Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થશે, જાણો કોને મળશે સ્થાન

Tags :
Advertisement

.

×