ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતનું એક માત્ર રાજ્ય, જ્યાં Income Tax ચૂકવવો પડતો નથી

Income Tax : આપણે બધા જાણીએ છીએ કે 31મી જુલાઈ એ ઈન્કમ ટેક્સ (ITR ફાઈલ લાસ્ટ ડેટ) ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. આવકવેરા ( Income Tax )ના દાયરામાં આવનાર દરેક વ્યક્તિ માટે આ કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ...
02:32 PM Jul 27, 2024 IST | Vipul Pandya
Income Tax : આપણે બધા જાણીએ છીએ કે 31મી જુલાઈ એ ઈન્કમ ટેક્સ (ITR ફાઈલ લાસ્ટ ડેટ) ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. આવકવેરા ( Income Tax )ના દાયરામાં આવનાર દરેક વ્યક્તિ માટે આ કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ...
Income Tax pc google

Income Tax : આપણે બધા જાણીએ છીએ કે 31મી જુલાઈ એ ઈન્કમ ટેક્સ (ITR ફાઈલ લાસ્ટ ડેટ) ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. આવકવેરા ( Income Tax )ના દાયરામાં આવનાર દરેક વ્યક્તિ માટે આ કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1916 હેઠળ ઈન્કમ ટેક્સ ભરવો જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં ટેક્સ ભરવાનું કોઇ ચક્કર નથી.

ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં લોકોને ટેક્સ ચૂકવવો જરૂરી નથી

હા, તમને એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં લોકોને ટેક્સ ચૂકવવો જરૂરી નથી. આ રાજ્યના લોકો એક પણ રૂપિયો ટેક્સ ચૂકવતા નથી કારણ કે તેઓ કરમુક્ત રાજ્યમાં રહે છે. ભારતનું એક રાજ્ય કરમુક્ત છે કારણ કે તે આવકવેરા કાયદા હેઠળ આવતું નથી, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

કરોડો કમાયા પછી પણ ટેક્સ નહીં ભરવો પડે

ભારતમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં તેના લોકો માટે ટેક્સ ચૂકવવો જરૂરી નથી. ભલે અહીના લોકોની આવક કરોડો રૂપિયાની વાર્ષિક હોય. તેમને ટેક્સના નામે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી. સિક્કિમ એક એવું રાજ્ય છે જે કરવેરાની જાળમાંથી બહાર છે.

કરમુક્ત રાજ્ય બનવાનું કારણ શું છે?

એક શરતને કારણે સિક્કિમ દેશનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય રહ્યું છે. વાસ્તવમાં, સિક્કિમ વર્ષ 1975માં ભારતમાં ભળી ગયું હતું અને તે સમયે એક શરત મૂકવામાં આવી હતી કે તેઓ જૂના કાયદાને જ અપનાવવા માગે છે. તેનો વિશેષ દરજ્જો જાળવવા માટે, સિક્કિમે આવકવેરા કાયદાની કલમ 1916 અપનાવવાનો ઇનકાર કર્યો હતો. આ શરત ભારત દ્વારા પણ સ્વીકારવામાં આવી હતી જેના કારણે સિક્કિમ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10 (26AAA) હેઠળ કરમુક્ત રાજ્ય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 372 (F) મુજબ આવકવેરામાંથી છૂટ મળે છે.

કલમ 10 (26AAA) હેઠળ શું નિયમ છે?

કલમ 10 (26AAA) હેઠળ સિક્કિમના રહેવાસીને આવકવેરાના જાળમાં સામેલ કરવામાં આવશે નહીં. જે લોકો ભારતમાં વિલીનીકરણ પહેલા સિક્કિમના રહેવાસી હતા તેમને કલમ 10 (26AAA) હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભલે તે લોકો સિક્કિમ વિષય નિયમન, 1961 ના રજિસ્ટરનો ભાગ છે કે કેમ.

આ પણ વાંચો-----Gold Rate: બજેટમાં મહિલાઓને મોટી ભેટ, સોનું થયું સસ્તું

Tags :
Gujarat FirstIncome TaxINCOME TAX DEPARTMENTIncome Tax LawsIndiaIndian ConstitutionNationalpaySikkimSikkim Income Tax ActSikkim residentsTax Free State
Next Article