ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય બજારમાં ચાંદી ઐતિહાસિક સપાટીએ, ચાંદીનો ભાવ કિલો દીઠ પોણા બે લાખને પાર

ચાંદીના ભાવ કિલો દીઠ ₹1.85 લાખને પાર કરીને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક સપ્લાયની અછત અને સૌર પેનલ્સ  EV ક્ષેત્રોની પ્રચંડ ઔદ્યોગિક માંગને કારણે આ તેજી આવી છે. આ ઉપરાંત  વૈશ્વિક સ્તરે ફિઝિકલ ચાંદીની અછતના લીઘે પણ ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. નિષ્ણાતો ટૂંક સમયમાં ભાવ ₹2 લાખથી ₹3 લાખ સુધી પહોંચવાનો અંદાજ લગાવી રહ્યા છે.
07:53 PM Oct 13, 2025 IST | Mustak Malek
ચાંદીના ભાવ કિલો દીઠ ₹1.85 લાખને પાર કરીને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક સપ્લાયની અછત અને સૌર પેનલ્સ  EV ક્ષેત્રોની પ્રચંડ ઔદ્યોગિક માંગને કારણે આ તેજી આવી છે. આ ઉપરાંત  વૈશ્વિક સ્તરે ફિઝિકલ ચાંદીની અછતના લીઘે પણ ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. નિષ્ણાતો ટૂંક સમયમાં ભાવ ₹2 લાખથી ₹3 લાખ સુધી પહોંચવાનો અંદાજ લગાવી રહ્યા છે.
Silver Price

ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. આજે ચાંદીએ ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ દર મુજબ ચાંદીનો પ્રતિ કિલોગ્રામ ભાવ ₹1,79,000ની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે.દિવાળીના તહેવાર પર્વ પહેલા ચાંદીમાં ભારે તોફાની તેજી જોવા મળી રહી છે

Silver Price:  ચાંદીમાં ઐતિહાસિક તેજી

ઉલ્લેખનીય છે કે ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા પ્રાપ્ત ડેટા મુજબ, એક જ દિવસમાં ચાંદીના ભાવમાં કિલો દીઠ આશરે ₹5,000થી ₹10,000 જેટલો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે, જે બજારમાં પ્રવર્તતી અસામાન્ય તેજીનો સંકેત આપે છે.બજાર નિષ્ણાતો હવે ચાંદીના ભાવને લઈને વધુ આક્રમક અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક અગ્રણી નિષ્ણાતો માને છે કે ચાંદી ટૂંક સમયમાં જ ₹2,00,000 પ્રતિ કિલોગ્રામનો આંકડો પાર કરી શકે છે. આટલું જ નહીં, બજારમાં પ્રવર્તતી તંગી અને ઔદ્યોગિક માંગને જોતાં, કેટલાંક નિષ્ણાતો તો લાંબા ગાળે ચાંદીનો ભાવ ₹3,00,000 પ્રતિ કિલો જવાનો પણ અંદાજ વ્યક્ત કરી રહ્યા છે.

SilverPrice: : વૈશ્વિક બજારમાં ચાંદીની અછત

 વૈશ્વિક બજારો, ખાસ કરીને લંડન બુલિયન માર્કેટમાં, ભૌતિક ચાંદીનો સપ્લાય સતત ઘટી રહ્યો છે. યુએસ-સ્થિત સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના અંદાજ મુજબ, વર્ષ 2025માં સતત પાંચમા વર્ષે વૈશ્વિક સપ્લાયમાં ખાધ (Supply Deficit) રહેવાનું અનુમાન છે, જેના કારણે ભાવ પર દબાણ વધ્યું છે. પરંપરાગત જ્વેલરી માગની સાથે, સૌર પેનલ્સ (Solar), ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઝ (EV Batteries), સેમીકન્ડક્ટર્સ અને 5G ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઔદ્યોગિક વપરાશ સતત વધી રહ્યો છે, જેના કારણે ચાંદીનો શોર્ટેજ સતત જળવાઈ રહે છે.ખાણમાંથી આવકમાં ઘટાડો ચાંદીની ખાણમાંથી ઉત્પાદન અને સપ્લાયમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

SilverPrice: : ભારતીય બજારમાં પ્રીમિયમની સ્થિતિ

ભારતીય બજારમાં ફિઝિકલ ચાંદીની તીવ્ર અછતને કારણે, ઘરેલુ હાજર બજારના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં ઘણા ઊંચા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ચાંદીના ETFમાં રોકાણ પણ અસ્થાયી રૂપે બંધ કરી દીધું છેચાંદીનો આ રેકોર્ડબ્રેક ઉછાળો સૂચવે છે કે આ સફેદ ધાતુ હવે માત્ર એક જ્વેલરી આઇટમ નથી રહી, પરંતુ તે વૈશ્વિક ઔદ્યોગિક જરૂરિયાત અને વ્યૂહાત્મક રોકાણ તરીકે મજબૂત સ્થાન બનાવી રહી છે.

આ પણ વાંચો:   ધનતેરસની ખરીદી પહેલાં રાહત: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 13 ઓક્ટોબરના લેટેસ્ટ રેટ

Tags :
commodity marketEV BatteriesGlobal Silver ShortageGujarat FirstHistoric Silver PriceIBJA RatesIndia Bullion MarketIndustrial Silver DemandPrecious Metal InvestmentSilver Market RallySilver price IndiaSilver price predictionSilver Price SurgeSILVER RATE TODAYSilver Shortage CrisisSolar Silver
Next Article