Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Singer Gabbar Thakor : સામાજિક બહિષ્કાર બાદ ગબ્બર ઠાકોર સાથે ગુજરાત ફર્સ્ટની Exclusive વાતચીત

લગ્ન પ્રસંગમાં DJ વગાડવા મુદ્દે ઠાકોર સમાજ દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજ બંધારણનાં નિયમ ઉલ્લંઘન કરવા બદલ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, લેહેરાજી ઠાકોરને સમાજ બહાર કરાયા છે. સામાજિક બહિષ્કાર સામે અગાઉ ગબ્બર ઠાકોરે કહ્યું હતું કે, અમને બેઠકમાં બોલાવ્યા નથી અને નિર્ણય લઇ લીધો છે. ગબ્બર ઠાકોરે આ મામલે ગુજરાત ફર્સ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી.
singer gabbar thakor   સામાજિક બહિષ્કાર બાદ ગબ્બર ઠાકોર સાથે ગુજરાત ફર્સ્ટની exclusive વાતચીત
Advertisement
  1. લગ્નમાં DJ વગાડવા મુદ્દે ઠાકોર સમાજનો (Gabbar Thakor) આકરો નિર્ણય
  2. ઠાકોર સમાજમાંથી ગબ્બર ઠાકોરનો કરાયો સામાજિક બહિષ્કાર
  3. ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરને સમાજ બહાર મુકાયા
  4. સમાજ બહાર મુકવાના નિર્ણય બાદ ગબ્બર ઠાકોર સાથે Exclusive વાતચીત
  5. ગુજરાત ફર્સ્ટ સાથે કલાકાર ગબ્બર ઠાકોરની વિશેષ વાતચીત
  6. "અમને બેઠકમાં બોલાવ્યા નથી અને નિર્ણય લઇ લીધો છે"
  7. "સમાજ બંધારણ બનાવે અને બેઠક કરે તો જાણ કરવી જોઈએ"

Banaskantha : લગ્ન પ્રસંગમાં DJ વગાડવા મુદ્દે ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજ બંધારણનાં નિયમ ઉલ્લંઘન કરવા બદલ ગબ્બર ઠાકોર (Gabbar Thakor), અર્જુન ઠાકોર, લેહેરાજી ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા છે. સામાજિક બહિષ્કાર સામે અગાઉ ગબ્બર ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમને બેઠકમાં બોલાવ્યા નથી અને નિર્ણય લઇ લીધો છે. સમાજ બંધારણ બનાવે અને બેઠક કરે તો જાણ કરવી જોઈએ. નિર્ણયની સામે આવનારા સમયમાં હું એક મોટી બેઠક કરીશ. ગબ્બર ઠાકોરે આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે પણ ખાસ વાતચીત કરી.

આ લોકોએ બહિષ્કાર કર્યો પણ આખું ગામ અમારી સાથે છે : Gabbar Thakor

ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં ગબ્બર ઠાકોરે (Gabbar Thakor) જણાવ્યું કે, બંધારણને લઈ અમને ખબર હતી પરંતુ, અમારા ગામમાં આ અંગે કોઈ મિટિંગ થઈ નહોતી. અમારા ગામમાં સરપંચ, આગેવાનોને ભેગા કરી મિટિંગ કરવામાં આવી નહોતી. એ લોકો બેઠકમાં આવ્યા અને અમારા સામાજિક બહિષ્કારનો નિર્ણય લઈ લીધો. આ લોકોએ બહિષ્કાર કર્યો પણ આખું ગામ અમારી સાથે છે. રોજ ઘણા લોકો મળવા આવે છે. અમે બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Kheda: CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજમાં અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ

'આવનારા સમયમાં અમે ગામના લોકો ભેગા થઈને મિટિંગ કરીશું'

ગબ્બર ઠાકોરે (Gabbar Thakor) કહ્યું કે, કાર્યક્રમમાં ઘણા લોકો હાજર હતા પરંતુ, આ લોકોએ મને જ સમાજ બહાર કર્યો. પરંતુ, તેમ છતાં આખું ગામ અમારી સાથે છે. અમારા પ્રોગ્રામ પણ ચાલુ છે. આવનારા સમયમાં અમે ગામના લોકો ભેગા થઈને મિટિંગ કરીશું અને આ અંગે આગળ શું કરવાનું છે તે અંગે ચર્ચા કરીશું. ગબ્બર ઠાકોરે કહ્યું કે, ઝાબડિયા ગ્રામજનો કે અમને કોઈ પણ પ્રકારે જાણ કરી નથી. નિર્ણયની સામે આવનારા સમયમાં હું એક મોટી બેઠક કરીશ. આ નિયમોથી 10 હજાર જેટલા લોકોની રોજગારી છીનવાઈ જાય એમ છે. આવા નિયમોમાં સુધારો થવો જોઈએ.

આ પણ વાંચો - Singer Gabbar Thakor Controversy: સિંગર Gabbar Thakor અને Arjun Thakor સાથે ખાસ વાતચીત

Tags :
Advertisement

.

×