Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે SIT ની રચના કરાઈ,CM એ કરી સહાયની જાહેરાત

બનાસકાંઠાના ડીસાની ઘટનાને લઈ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ વહીવટી તંત્ર સાથે મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરવામાં આવી છે.
banaskantha  ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે sit ની રચના કરાઈ cm એ કરી સહાયની જાહેરાત
Advertisement
  • ડીસાની ઘટના મુદ્દે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્તુ કર્યુ
  • ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ :CM
  • મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત
  • ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરાઈ

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં કામ કરી રહેલ પરપ્રાંતિય 21 લોકોના બ્લાસ્ટ થતા મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોનાં પરિવારજનોને ચાર લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

SITની રચના કરવામાં આવી: એસ.પી.

ડીસામાં બ્લાસ્ટ મામલે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, 22 લોકો ઘટના સમયે હાજર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ડોક્ટર દ્વારા 17 ની પુષ્ટિ કરવામાં આવી છે. તેમજ તમામ મૃતકો મધ્યપ્રદેશનાં વતની છે. તેમજ આરોપી દિપક અને તેનાં પિતાએ ફટાકડાનો સ્ટોક રાખ્યો હતો. પોલીસ દ્વારા બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની શોધખોળ માટે પોલીસની 5 ટીમો કામે લાગી છે. તેમજ એસઆઈટીની રચના કરી તપાસ આગળ વધારવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે SITની રચના કરવામાં આવી છે. 5 સભ્યોની કમિટી સમગ્ર મામલે તપાસ કરશે. ડીસા DySP સી.એલ.સોલંકીના અધ્યક્ષ હેઠળ તપાસ થશે. બનાસકાંઠા SOGના PI પણ તપાસ કરશે. પેરોલ સ્ક્વોડના PSI એન.વી રહેવરનો પણ તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. LCBના PSI એસ.બી રાજગોર પણ તપાસ કમિટીના સભ્ય છે.

Advertisement

નોન કરપ્ટ અધિકારી સમગ્ર મામલે તપાસ કરવામાં આવેઃ જીગ્નેશ મેવાણી

ડીસા બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, લાયસન્સ વગર ચાલતા ગોડાઉનમાં ફટાકડાનો કારોબાર ચાલતો હતો. બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં તક્ષશિલા , મોરબી , હરણી જેવી ઘટનાઓ સર્જાઈ ગઈ છે. રાજકોટના TRB ઝોનમાં પણ લોકો મૃત્યુ પામ્યા હતા. આવા મોટા કાંડ થયા બાદ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ક્યારે ઘટે તેની સરકાર રાહ જોવે છે. મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ તે સરકાર કરે છે. ન્યાય મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ સરકાર કરી શકતી નથી. તેમજ શ્રમિકો હારદા મધ્યપ્રદેશના હતા જ્યાં ભૂતકાળમાં ફેક્ટરીમાં આગ લાગી હતી. TRP ગેમ ઝોન માં આખી સાઇટને હટાવી દીધી જેથી સબુત ના મળે. આ વસ્તુ ફરી ન થાય તેના માટે FSL માં તપાસ થવી જોઈએ. તેમજ પીડિત પરિવારોને 1 કરોડની સહાય કરવી જોઈએ. નોન કરપ્ટ અધિકારી દ્વારા SIT તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. લાયસન્સ એક્સપાયર થયું તેમ છતાં ફેક્ટરી ચાલતી હતી.અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરે છે તમામ લોકોને ન્યાય મળશે.

આ પણ વાંચોઃ Banaskantha: ડીસા ફટાકડાની ફેક્ટરીમાં મામલો, ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ, નેતાઓએ સરકાર પર કર્યા પ્રહાર

ફેક્ટરી માલિકની ધરપકડ કરવામાં આવેઃ લાલજી દેસાઈ

સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન આપ્યું હતું કે, સામાન્ય જનતા સાથે વાત કરી ત્યારે લોકો કહેતા 30 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. કલેક્ટર પહેલા કહેતા કે 5 લોકો અને ત્યાર બાદ આંકડો વધ્યો હતો. ગુજરાતના મોટા રાજકીય માથાના સંબંધ ફેક્ટરી માલિક સાથે છે. હારદા વિસ્તારના લોકો અહીંયા મજૂરી કરવા 2 દિવસ પહેલા જ આવ્યા હતા. હારદા અને ડીસાની ફેક્ટરીનું કનેક્શન તપાસવાની જરૂર છે. SIT નીમવામાં આવે અને ફોરેન્સિક તપાસ કરવી જોઈએ. તેમજ NGT ના જજ સામે પીડિતાના પરિવારને રાખવા જોઈએ. હારદા બ્લાસ્ટમાં આરોપી ઝડપાયા તો અહીંના માલિકની પણ ધરપકડ કરવામાં આવે. તેમજ પોલિટિકલ કનેક્શન તપાસવા અમે માંગ કરીએ છીએ.

આ પણ વાંચોઃ Banaskantha : ડીસામાં ફેક્ટરીમાં લાગેલ આગ મામલે મોટો ખુલાસો, 14 મૃતકો પરપ્રાંતિય

Tags :
Advertisement

.

×