Manipur માં પરિસ્થિતિ નિયંત્રણ બહાર, CM ના MLA જમાઈ અને 2 મંત્રીઓના ઘર પર હુમલો, ઇન્ટરનેટ બંધ
- Manipur માં ફરી સ્થિતિ બેકાબૂ
- ટોળાઓએ MLA ના ઘરમાં કરી આગચંપી
- ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવ્યું
શાંતિ શોધતા મણિપુર (Manipur)માં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. શનિવારે જીરીબામ જિલ્લામાં ત્રણ બંધકોના મૃત્યુ માટે ન્યાયની માંગ કરી રહેલા દેખાવકારોએ ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના ઘરો પર હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મણિપુર (Manipur) સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર ટોળાના હુમલાને કારણે વહીવટીતંત્રે જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. આ સિવાય સ્થિતિને કાબૂમાં લેવા માટે સત્તાવાળાઓએ ઇમ્ફાલ પશ્ચિમ, પૂર્વ, બિષ્ણુપુર, થૌબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુરમાં બે દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને સ્થગિત કરી દીધી છે.
ટોળું મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોમાં ઘૂસી ગયા...
એક અહેવાલ મુજબ, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લા મેજિસ્ટ્રેટ ટી કિરણ કુમાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર શનિવારે સાંજે 4.30 વાગ્યે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટોળું અહીંના લામફેલ સનાકેથલ વિસ્તારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયું હતું. "સપમે અમને ખાતરી આપી હતી કે કેબિનેટની બેઠકમાં ત્રણ લોકોના મૃત્યુને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જનતાની લાગણીઓને માન આપવામાં નિષ્ફળ જશે, તો મંત્રી તેમનું સ્ટેન્ડ લેશે અને રાજીનામું આપશે.
આ પણ વાંચો : આ માસૂમ બાળકોનો શું વાંક? Jhansi અકસ્માતની ઓળખ થઈ શકી નથી, માતા-પિતાનો નંબર પણ બંધ...
ભાજપના ધારાસભ્યના ઘર આગળ સૂત્રોચ્ચાર કર્યા...
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વિરોધીઓ ઉપભોક્તા બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહના ઘરમાં પણ ઘૂસી ગયા હતા. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સગોલબંદ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ ભાજપના ધારાસભ્ય આરકે ઇમોના ઘરની સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઈમો મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈ પણ છે. દેખાવકારોએ ત્રણ લોકોના મોત પર સરકાર પાસેથી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી અને અધિકારીઓને 'ગુનેગારોની 24 કલાકમાં ધરપકડ કરવા' અપીલ કરી હતી.
આ પણ વાંચો : Maharashtra માં મોટી દુર્ઘટના થતા બચી, ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું...
મહિલા અને 2 બાળકોના મોત બાદ હોબાળો...
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તિદ્દિમ રોડ પર વિરોધીઓ સ્વતંત્ર કેશમથોંગ ધારાસભ્ય સપમ નિશિકાંત સિંહના નિવાસસ્થાને પહોંચ્યા પરંતુ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ધારાસભ્ય રાજ્યમાં નથી, ત્યારે તેઓએ તેમની માલિકીના સ્થાનિક અખબારની ઓફિસ બિલ્ડિંગને નિશાન બનાવી. તેમણે કહ્યું કે, શુક્રવારે રાત્રે મણિપુર (Manipur)-આસામ સરહદ પર જીરી અને બરાક નદીઓના સંગમ નજીકથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. એવી શંકા છે કે, આ ત્રણ મૃતદેહો જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના છે. જીરીબામ જિલ્લાના બોરોબેકરાથી લગભગ 16 કિલોમીટર દૂર એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. સોમવારે બોરોબેકરા પાસેના એક સ્થળેથી છ લોકો ગુમ થયા હતા.
આ પણ વાંચો : સુખબીર સિંહ બાદલનું રાજીનામું, Punjab માં કંઈક નવાજૂની થવાના એંધાણ!