Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sky Force Collection : ફિલ્મની કમાણી રોકેટ બની! 10 દિવસનાં આંકડા જાણી આંખો ફાટી જશે!

ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી અને પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
sky force collection   ફિલ્મની કમાણી રોકેટ બની  10 દિવસનાં આંકડા જાણી આંખો ફાટી જશે
Advertisement
  1. અક્ષય કુમારની ફિલ્મ Sky Force 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી
  2. બોક્સ ઓફિસ પર અત્યાર સુધી Sky Force એ શાનદાર કમાણી કરી
  3. છેલ્લા 10 દિવસમાં ફિલ્મે 116.57 કરોડ રૂપિયાની કમાણી કરી છે

Sky Force Collection : બોલિવૂડ ખેલાડી તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સ્કાય ફોર્સ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આજે તેણે બોક્સ ઓફિસ પર તેની 10 દિવસની સફર પૂર્ણ કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી અને પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રજાસત્તાક દિવસનાં (Republic Day) અવસર પર લોકોએ ફિલ્મ જોવાનો આનંદ માણ્યો હતો. આ ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને હાલ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો- આ જાપાનીઝ-ભારતીય ફિલ્મ તેની રિલીઝના 32 વર્ષ બાદ સંસદમાં બતાવવામાં આવશે

Advertisement

'સ્કાય ફોર્સ' એ 10 માં દિવસે કેટલી કમાણી કરી ?

'Sky Force' એ બીજા સપ્તાહના અંતે પણ સારી કમાણી કરી છે. નિર્માતાઓ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનાં ક્લબમાં જોડાઈ ગઈ હતી અને બીજા સપ્તાહનાં અંતે પણ સારો વ્યવસાય કર્યો હતો. છેલ્લા 9 દિવસની ફિલ્મની કમાણીનાં સત્તાવાર આંકડા પ્રોડક્શન હાઉસનાં સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટ મુજબ, ફિલ્મે પહેલા અઠવાડિયામાં 99.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 8 માં અને 9 માં દિવસે ફિલ્મનું કલેક્શન અનુક્રમે 4.6 કરોડ રૂપિયા અને 7.4 કરોડ રૂપિયા હતું. આ અદ્ભુત કમાણીનાં આંકડા દર્શાવે છે કે ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેણે કુલ 111.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સૈક્નિલ્કનાં તાજેતરના અહેવાલ મુજબ, 10 માં દિવસે ફિલ્મે 4.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે ઉમેર્યા પછી, 10 દિવસનો આંકડો 116.57 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Advertisement

આ પણ વાંચો-

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

આ પણ વાંચો- Entertainment: સલમાન ખાન માટે અશનીર ગ્રોવરના બોલ ફરી બદલાયા

'સ્કાય ફોર્સ' નું બજેટ 160 કરોડ રૂપિયા!

'Sky Force' બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ 160 કરોડ રૂપિયાનાં બજેટમાં બની હતી અને રિલીઝ થયાનાં 10 દિવસમાં જ તેણે અડધાથી વધુ ખર્ચની કમાણી કરી લીધી છે. સ્કાય ફોર્સ ટૂંક સમયમાં તેના બજેટ કરતાં વધુ કમાણી કરશે તેવી અપેક્ષા છે. અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાણી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વીર પહાડિયા (Veer Pahariya) મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત, ફિલ્મમાં સારા અલી ખાન (Sara Ali Khan) અને ડાયના પેન્ટી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Salman Khanને મળ્યા બાદ અનુપમ ખેર થયા ખુશ-ફોટો શેર કરી દર્શાવ્યો પ્રેમ

Tags :
Advertisement

.

×