Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંતરિક્ષમાંથી 1,28,000 ફૂટની ઊંચાઈએથી સ્કાઈજંપરે લગાવી છલાંગ, જુઓ વીડિયો

Skydiving Felix Baumgartner : આ લાખો ફૂટની અંતર કાપતા આશરે 4.20 સમય લાગ્યો
અંતરિક્ષમાંથી 1 28 000 ફૂટની ઊંચાઈએથી સ્કાઈજંપરે લગાવી છલાંગ  જુઓ વીડિયો
Advertisement
  • અંતરિક્ષમાંથી છલાંગ લગાવીને કર્યું Skydiving
  • આ લાખો ફૂટની અંતર કાપતા આશરે 4.20 સમય લાગ્યો
  • વીડિયોમાં જોવા મળતા વ્યક્તિનું નામ Felix Baumgartner

Skydiving Felix Baumgartner : દરેક માનવીને જીવનમાં કોઈપણ એક ક્રિયા કરવાને લઈ ભયનો અનુભવ સતત થયા કરે છે. પરંતુ આ દુનિયામાં એવા પણ લોકો છે, જે વિચારી ના શકાય, તેવા કાર્યો અને કરતબ કરીને દુનિયામાં રહેતા અન્ય લોકોને સ્તબ્ધ કરી મૂકે છે અથવા તો તેમના આ પ્રકારના કાર્યો કરવા માટે પ્રેરણા દાખલ કરે છે. ત્યારે આવી એક ઘટના સામે આવી છે, જોકે આ ઘટના વિશ્વમાં સૌ પ્રથમવાર ઘટી છે. આ પહેલા ક્યારે પણ કોઈ વ્યક્તિએ આ પ્રકારની સાહસ કર્યું નથી.

અંતરિક્ષમાંથી છલાંગ લગાવીને કર્યું Skydiving

એક અહેવાલ અનુસાર, Skydiving ના આપણે વર્ષોથી વિવિધ પ્રકારના વીડિયો નિહાળતા આવ્યા છીએ. તો Skydivingમાં અત્યાર સુધી અનેક લોકો હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવીને વિવિધ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. ત્યારે તાજેતરમાં એક આવો જ અનોખો અને અવિશ્વનીય સ્કાઈડાવિંદનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ અંતરિક્ષમાંથી Skydiving માટે છલાંગ લગાવે છે. આ વ્યક્તિ અંતરિક્ષમાંથી છલાંગ લગાવીને પણ પૃથ્વી ઉપર સફળ રીતે લૈન્ડિંગ કરે છે.

Advertisement

આ પણ વાંચો: Elon Musk ને જોઈએ છે હિન્દીમાં નિપૂર્ણ વ્યક્તિ, વેતન જાણીને સ્તબ્ધ થઈ જશો

Advertisement

વીડિયોમાં જોવા મળતા વ્યક્તિનું નામ Felix Baumgartner

જોકે સામાન્ય રીતે આ વીડિયોને જોઈને કોઈપણ વ્યક્તિનું હ્રદય બંધ થઈ શકે છે. પરંતુ Skydivingની દુનિયામાં આ કરતબ વાસ્તવિક ધોરણ બન્યું છે. ત્યારે આ વીડિયોમાં જોવા મળતા વ્યક્તિનું નામ Felix Baumgartner છે. તે સ્કાડાવિંગ અને સ્કાઈજંપર તરીકે વિશ્વભરમાં મોખરે સ્થાન ધરાવે છે. તો તાજેતરમાં Felix Baumgartner એ ધરતીથી આશરે 1 લાખ 28 હજાર 100 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવીને Skydivingમાં એક શિખર સર કર્યું છે.

આ લાખો ફૂટની અંતર કાપતા આશરે 4.20 સમય લાગ્યો

Felix Baumgartner ની ઉંમર 43 વર્ષની છે. પરંતુ Felix Baumgartner એ આજેપણ દુનિયામાં સ્કાઈજંપર તરીકે વિવિધ ખ્યાતિઓ પોતાના નામે કરી રહ્યા છે. બીજી તરફ Felix Baumgartner ના કરતબને આજે પણ લોકો માત આપી શક્યા નથી. તો તેમણે તાજેતરમાં આ લાખો ફૂટની ઊંચાઈએથી Skydiving કરીને Felix Baumgartner એ પોતાની ખ્તાતિને ગગન સુધી પહોંચાડી છે. જોકે Felix Baumgartner ને આ લાખો ફૂટની અંતર કાપતા આશરે 4.20 સમય લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર રેડ બૂલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ Star ની સામે સૂર્ય પણ દાણા બરાબર, પરંતુ તે Supernova બનવાની કગાર પર

Tags :
Advertisement

.

×