Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka ના પૂર્વ CM અને પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ કૃષ્ણાનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Karnataka ના પૂર્વ CM એસ.એમ કૃષ્ણાનું 92 વર્ષની વયે અવસાન બેંગલુરુ સ્થિત તેમના ઘરે થયું અવસાન, પરિવારમાં શોક 1999 થી 2004 સુધી કર્ણાટકના CM હતા, મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ બન્યા કર્ણાટક (Karnataka)ના પૂર્વ CM અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ...
karnataka ના પૂર્વ cm અને પૂર્વ વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાનું નિધન  92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Advertisement
  1. Karnataka ના પૂર્વ CM એસ.એમ કૃષ્ણાનું 92 વર્ષની વયે અવસાન
  2. બેંગલુરુ સ્થિત તેમના ઘરે થયું અવસાન, પરિવારમાં શોક
  3. 1999 થી 2004 સુધી કર્ણાટકના CM હતા, મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ બન્યા

કર્ણાટક (Karnataka)ના પૂર્વ CM અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ કૃષ્ણા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમનું આજે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2023 માં કેન્દ્ર સરકારે એસ.એમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. હાલમાં તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. રાજ્યના CM સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ એસ.એમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

1999 થી 2004 સુધી Karnataka ના CM હતા...

એસ.એમ કૃષ્ણા એક સમયે કર્ણાટક (Karnataka)માં કોંગ્રેસના મોટા નેતા હતા અને રાજ્યના રાજકારણમાં તેમનો ઘણો પ્રભાવ હતો. તેઓ 1999 થી 2004 સુધી કર્ણાટક (Karnataka)ના CM હતા. બાદમાં તેઓ મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી પણ રહ્યા. માર્ચ 2017 માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Mumbai : કુર્લામાં Best બસનો ભયાનક અકસ્માત, રસ્તા પર જઇ રહેલા 20 લોકોને કચડ્યા

1960 માં રાજકીય દાવ શરૂ કર્યો...

એસ.એમ કૃષ્ણાએ 1960 ની આસપાસ તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી. 1962 માં તેમણે મદ્દુર વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1968 માં માંડ્યા લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી. ત્યારબાદ એસ.એમ કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને 1971માં માંડ્યા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા.

આ પણ વાંચો : MPs cricket Match : સંસદમાં નહીં હવે ક્રિકેટ મેદાન પર થશે ટક્કર! ચોક્કા-છક્કા લગાવતા જોવા મળશે મંત્રી-સાંસદ

મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ હતા એસ.એમ કૃષ્ણા

1985 માં, એસ.એમ કૃષ્ણા ફરીથી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેઓ 1999 થી 2004 સુધી રાજ્યના CM હતા. તેઓ ડિસેમ્બર 2004 થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. મનમોહન સિંહ સરકારમાં એસ.એમ કૃષ્ણાએ વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી 2023 માં, એસ.એમ કૃષ્ણાએ જાહેરાત કરી હતી કે તેઓ હવે સક્રિય રાજકારણમાં રહેશે નહીં.

આ પણ વાંચો : PM મોદીને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે અજમેરથી ધરપકડ કરી

Tags :
Advertisement

.

×