Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રક ભરીને જામનગર જતો 92 લાખનો વિદેશી દારૂ મોરબી જિલ્લામાંથી SMC એ પકડ્યો

પંજાબથી લાખો/કરોડોનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠાલવતી બિશ્નોઈ ગેંગે જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પોલીસ અધિકારીઓની કૃપાથી પોતાનો કારોબાર શરૂ કરી દીધો છે.
ટ્રક ભરીને જામનગર જતો 92 લાખનો વિદેશી દારૂ મોરબી જિલ્લામાંથી smc એ પકડ્યો
Advertisement

એકાદ વર્ષ સુધી બંધ રહેલી પંજાબ લાઈન છેલ્લાં બેએક મહિનાથી શરૂ થતાં ગુજરાતમાં FOR SELL IN PUNJAB ONLY દારૂ ઠલવાઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) ગત મહિને સુરેન્દ્રનગર જિલ્લામાં કરેલા બે મોટા કેસમાં આ વાત સામે આવી છે. Team SMC એ પંજાબ-લુધીયાણાથી જામનગર લઈ જવાતો 92.69 લાખનો વિદેશી દારૂ સહિત કુલ 1.15 કરોડનો મુદ્દામાલ કબજે લઈ જામનગરના બે શખ્સોની ધરપકડ કરી છે. મોરબીના માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે SMC ના હે.કૉ. સંજયભાઈ ચાવડાએ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પંજાબથી લાખો/કરોડોનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠાલવતી બિશ્નોઈ ગેંગે જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પોલીસ અધિકારીઓની કૃપાથી પોતાનો કારોબાર શરૂ કરી દીધો છે.

મોરબી જિલ્લામાંથી પકડાયેલો IMFL કોણે મંગાવ્યો ?

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ. વી. ગળચર (S V Galchar PSI) તેમની ટીમ સાથે રવિવારે રાતે રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગ કરતા હતા તે સમયે HC સંજયભાઈને બાતમી મળી હતી. ગઈકાલે રાતે Team SCM ખાનગી કારમાં મોરબી જિલ્લા તરફ દોડી હતી. મોડી રાતે પોણા બારેક વાગ્યાના સુમારે માળીયા રેલવે ફાટક પાસે એક ટ્રકને રોકી તલાશી લેતા ભૂસુ ભરેલા કોથળાઓ પાછળ છુપાવેલી દારૂની પેટીઓ (7213 બોટલ) મળી આવતા તમામ મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા ડ્રાઈવર ભાવેશ નાથાભાઈ મોરી/રબારી અને કલીનર લીલા ટપુભાઈ મોરી/રબારીની પૂછપરછમાં IMFL નો જથ્થો દ્વારકાના ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા અરજણ કોડીયાતર અને ભરત કોડીયાણા ઉર્ફે જીગરે (રહે. ટીંબડી, જિ. દ્વારકા) પંજાબથી લાવી આપવા કામ સોંપ્યું હતું. અરજણ સામે વર્ષ 2017 થી 2022 દરમિયાન દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લા પોલીસ (Jamnagar District Police) ના ચોપડે અડધો ડઝન પ્રોહિબિશનના કેસ નોંધાઈ ચૂક્યાં છે. જ્યારે ભરત ઉર્ફે જીગર સામે જાન્યુઆરી-2025માં રાજકોટ શહેર ખાતે એક ગુનો નોંધાયો છે. Maliya Miyana Police Station ખાતે નોંધાયેલી FIR માં લુધીયાણા પંજાબ ખાતેથી દારૂ મોકલનાર, દારૂનો જથ્થો ભરી આપનારા બે અજાણ્યા શખ્સો તેમજ ટ્રક માલિક સહિત પાંચ આરોપીને ફરાર દર્શાવાયા છે.

Advertisement

બુટલેગરોએ ટ્રક મોકલાવી, આંગડીયામાં હવાલો પડ્યો

બુટલેગર અરજણ કોડીયાતર અને ભરત કોડીયાણા ઉર્ફે જીગરે ભાગીદારીમાં પંજાબથી વિદેશી દારૂ લાવવા માટે ડ્રાઈવર ભાવેશ મોરીને નવેક દિવસ અગાઉ જામનગર બાયપાસ પાસે એક ટ્રક મોકલાવી હતી. બીજા દિવસે ટ્રકના ડીઝલ તેમજ ખાવા-પીવાના ખર્ચ પેટે 1 લાખ રૂપિયા P M Angadia માં પણ મોકલી આપ્યા હતા. મોબાઈલ ફોન જીગર જે સૂચના આપતો તે અનુસાર ભાવેશ અને તેનો પિતરાઈ લીલા મોરી ટ્રક લઈને જામનગરથી સામખીયાળી થઈને પંજાબના લુધીયાણા (Ludhiana Punjab) ખાતે બિશ્નોઈ ઢાબા ખાતે પહોંચ્યા હતા. ફોન પર લોકેશન આવતા તે સ્થળે ભાવેશ ટ્રક લઈને પહોંચ્યો ત્યારે મોટરસાયકલ પર આવેલા બે શખ્સોને ટ્રક સોંપી દીધી હતી. થોડાક સમય બાદ પશુ આહારના કોથળાઓ પાછળ દારૂ ભરીને લાવેલી ટ્રક અજાણ્યા શખ્સોએ ભાવેશને સોંપી હતી. દરમિયાનમાં જીગરે વૉટસએપ પર બીલ્ટીનો ફોટો મોકલી આપ્યો હતો. બીલ્ટીની કલર ફૉટોકૉપી કઢાવી લેતા મેસેજ ડીલીટ કરી નાંખ્યો હતો. દારૂ ભરેલી ટ્રક અરજણનો માણસ ખંભાળીયાથી ત્રણ માઈલ દૂર બગવદર નાકા બાજુ પહોંચાડી દેજે.

Advertisement

આ પણ વાંચોઃ બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા

બિશ્નોઈ ગેંગનું જામનગર કનેકશન કેવી રીતે ?

બિશ્નોઈ ગેંગ પંજાબ ખાતેથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરવાનું છેલ્લાં કેટલાંક મહિનાઓથી શરૂ કર્યું છે. Team SMC એ મોરબી જિલ્લામાં કરેલા રનીંગ કેસમાં બિશ્નોઈ ગેંગના તાર જોડાયેલા છે. વર્ષ 2023ની 7મી ઑક્ટોબરના રોજ એસએમસીના પીઆઈ આર. એસ. પટેલે (R S Patel PI) રાજકોટ શહેરમાંથી 5.85 લાખનો દારૂ ભરેલી ટ્રક પકડી હતી. ટ્રક ડ્રાઈવર મુકેશ ગોદારા/બિશ્નોઈની પૂછપરછમાં જામનગર દરેડ જીઆઈડીસી ખાતે આવેલા ગોડાઉનમાંથી દારૂ ભરીને નીકળ્યો હોવાની જાણકારી મળી હતી. જે માહિતી આધારે એસએમસીના PSI A V Patel એ ગોડાઉનમાંથી 22.69 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. રાજકોટ અને જામનગરના બંને કેસમાં અનિલ સાઉ/બિશ્નોઈ, ગોગી બિશ્નોઈ (બંને રહે. સાંચોર, રાજસ્થાન) અને બાડમેરના રામનારાયણને ફરાર દર્શાવ્યા હતા. SMC એ દારૂ ભરેલા ગોડાઉનનો કેસ કરી બિશ્નોઈ ગેંગની સંડોવણીનો પર્દાફાશ કરતા જામનગર પોલીસે નામોશી વ્હોરી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad CP મલિકે શહેરના બદમાશ પોલીસવાળાઓને સુધારવાનો રસ્તો શોધી કાઢ્યો

Tags :
Advertisement

.

×