ICC રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાએ કર્યો કમાલ, WI સામે શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ
- ICC રેન્કિંગમાં ભારતીય મહિલા ખેલાડીએ સ્થાન બનાવ્યું
- સ્મૃતિ મંધાને ICC રેન્કિંગમાં આનો ફાયદો થયો
- સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી
Smriti Mandhana:ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના(Smriti Mandhana)એ ICC રેન્કિંગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T-20 સિરીઝમાં ધમાલ મચાવી હતી. હવે તેને ICC રેન્કિંગમાં આનો ફાયદો થયો છે.
સ્મૃતિ મંધાનાને થયો ફાયદો
સ્મૃતિ મંધાનાએ ICC મહિલા T20 રેન્કિંગમાં પોતાનો ઝંડો લગાવ્યો છે. તે ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. મંધાનાએ 1 સ્થાન મેળવ્યું છે. તે 753 માર્ક્સ સાથે બીજા સ્થાને પહોંચી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ખેલાડી બેથ મૂની પ્રથમ સ્થાને છે.
India star nears double feat in women's rankings after exceptional showing against West Indies 👏https://t.co/inItyQ9cLJ
— ICC (@ICC) December 24, 2024
આ પણ વાંચો -પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી Manu Bhaker નું તૂટયુ દિલ!
આ છે ટોપ 5ની સ્થિતિ
બેથ મૂની 757 પોઈન્ટ સાથે મહિલા ટી-20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. સ્મૃતિ મંધાના બીજા સ્થાને અને હેલી મેથ્યુસ ત્રીજા સ્થાને છે. તે 748 માર્ક્સ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે તાહલિયા મેકગ્રા 748 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. લૌરા વોલ્વાર્ડ 736 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
સ્મૃતિ મંધાનાનું T-20માં શાનદાર ફોર્મ
સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણેય મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. પ્રથમ મેચમાં તેણે 54 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં આ ખેલાડીએ 62 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં મંધાનાના બેટમાંથી 77 રન થયા હતા. T-20માં ધૂમ મચાવ્યા બાદ સ્મૃતિ મંધાનાએ પણ ODI સિરીઝની પ્રથમ મેચમાં 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી.