Mehsana : બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે એ નાની વાત નથી : CM ભૂપેન્દ્ર પટેલ
- Mehsana નાં ઊંઝા વિધાનસભા વિસ્તારનો સ્નેહ મિલન સમારોહ
- બીજા દેશોમાં આપણાં દેશને ગૌરવ મળે એ નાની વાત નથી : CM
- બંને રાજ્યોમાં BJP ની જીત નિશ્ચિત : ઋષિકેશ પટેલ
આજે મહેસાણા જિલ્લાનાં (Mehsana) ઊંઝા વિધાનસભા વિસ્તારનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમ જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, BJP ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે એ નાની વાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 19 દેશોમાં સર્વોચ્ચ સન્માન મળ્યું છે. જ્યારે ઋષિકેશ પટેલે વિશ્વાસ દાખવતા કહ્યું કે, બંને રાજ્યોમાં ભાજપની જીત નિશ્ચિત છે.
આ પણ વાંચો - Kutch : વેલ્ડિંગ સમયે ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ! એક શખ્સનું મોત, વિસ્તારમાં દહેશત!
PM મોદીએ મોટાથી લઈને નાના સેક્ટરનું ધ્યાન રાખ્યું છે : CM ભૂપેન્દ્ર પટેલ
આજે મહેસાણા જિલ્લાનાં (Mehsana) ઊંઝા વિધાનસભા વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ઊંઝાનાં (Unjha) કેવલેશ્વર મહાદેવ ખાતે યોજાયેલ આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહ્યા હતા અને તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે એ નાની વાત નથી. વિદેશમાં આપણા પાસપોર્ટની વેલ્યૂ કેવી હતી એ સૌએ જોઈ છે. આજે આપણા દેશ અને આપણા પાસપોર્ટની વેલ્યૂ વધુ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 19 દેશોમાં સર્વોચ્ચ સન્માન મળ્યું છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) મોટા થી લઈને નાના સેક્ટરનું ધ્યાન રાખ્યું છે.
નવ વર્ષ, નવ સંકલ્પ !
ઊંઝા ખાતે નૂતન વર્ષ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની અધ્યક્ષતામાં આયોજિત સ્નેહમિલનમાં ૨૧ - ઊંઝા વિધાનસભા અંતર્ગત આવતા વિસ્તારના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની સાથે ઉપસ્થિત રહીને સર્વે કાર્યકર્તાઓને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. pic.twitter.com/x3GG9ybSUB
— Rushikesh Patel (@irushikeshpatel) November 20, 2024
આ પણ વાંચો - Gandhinagar : 'દાદા' સરકારનું એક્શન! એક સાથે 5 અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
બંને રાજ્યનાં લોકો ઈચ્છી રહ્યા છે કે ભગવો લહેરાય : ઋષિકેશ પટેલ
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, દેશમાં હાઈએસ્ટ ટેક્સની આવક એપ્રિલમાં રૂ. 1.81 લાખ કરોડ થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિદેશીઓ માટે ભારતમાં વેપાર માટે ગુજરાત પહેલી પસંદ છે. વિકસિત ભારત માટે ગુજરાત લીડ લે અને સંકલ્પ લે એવી આશા છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ દાખવતા કહ્યું કે, મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડમાં ભાજપની સરકાર બનશે. બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કહ્યું કે, દેશમાં હવે સૌ કોઈની નજર ઝારખંડ (Jharkhand) - મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામ પર છે. ઋષિકેશ પટેલે વિશ્વાસ સાથે કહ્યું કે, બંને રાજ્યોમાં ભાજપની જીત નિશ્ચિત છે. ભૂતકાળમાં ન મેળવી હોય તેટલી બેઠક NDA ને મળશે. મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA ના શાસનમાં વિકાસ થશે. મંત્રીએ કહ્યું કે, બંને રાજ્યનાં લોકો ઈચ્છી રહ્યા છે કે ભગવો લહેરાય.
આ પણ વાંચો - Recruitment : આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી! 2 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત, વાંચો વિગત


