Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vande Bharat ટ્રેનના મુસાફર બનેલા બ્રિટીશ વ્લોગર ચકીત, ચાની ચૂસ્કી મારતા જ કહ્યું, 'Wow'

તાજેતરમાં, એક બ્રિટીશ વ્લોગરના પરિવારે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેના પતિ અને બાળકો પણ તેની સાથે હાજર હતા. વંદે ભારત ટ્રેનની પ્રશંસા કરતી વખતે, કેટરર્સે તેમને નાસ્તો પીરસ્યો, જે આ પ્રવાસીઓને ખૂબ ગમ્યો, જેનો મહિલાએ એક વીડિયો શેર કર્યો છે.
vande bharat ટ્રેનના મુસાફર બનેલા બ્રિટીશ વ્લોગર ચકીત  ચાની ચૂસ્કી મારતા જ કહ્યું   wow
Advertisement
  • વંદે ભારત ટ્રેન ભારતીયોની સાથે વિદેશી નાગરિકોને પણ ખૂબ પસંદ આવી રહી છે
  • તાજેતરમાં એક બ્રિટીશ વ્લોગરના પરિવારે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી
  • સસ્તી ટીકિટમાં સારી સેવા-સુવિધા મેળવી પરિવારે ભરપેટ વખાણ કર્યા

British Vlogger In Vande Bharat Train : ભારતીય રેલ્વે (Indian Railways) ટેકનોલોજી, સ્વચ્છતા અને સેવામાં સતત નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. આ જ કારણ છે કે, તેને વિશ્વના ટોચના રેલ્વે નેટવર્કમાંનું એક ગણવામાં આવે છે. દરરોજ લાખો મુસાફરોને વહન કરતી, આ રેલ્વે ઘણીવાર પ્રવાસીઓમાં તેની ઘણી સુવિધાઓ માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, એક બ્રિટીશ વ્લોગરના પરિવારે (British Vlogger In Vande Bharat Train) વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેના પતિ અને બાળકો પણ તેની સાથે હાજર હતા. વંદે ભારત ટ્રેનની પ્રશંસા કરતી વખતે, કેટરર્સે તેમને નાસ્તો પીરસ્યો, જે આ પ્રવાસીઓને ખૂબ ગમ્યો. મહિલાએ એક વીડિયો શેર કર્યો, જેમાં ટ્રેનના સસ્તા ભાડા અને તેની અસંખ્ય સુવિધાઓની પ્રશંસા કરવામાં આવી છે.

ચાના એક ચુસ્કીથી તેણીની "વાહ!" બોલી ઉઠી

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @thehutchinsonfamily હેન્ડલ (British Vlogger In Vande Bharat Train) દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "ભારતીય રેલ્વેનું ભોજન ! તમે શું અપેક્ષા રાખી હતી ? ચાના પાવડરથી અમે મૂંઝવણમાં હતા... પરંતુ પછી ગરમ પાણી આવ્યું, અને તેમાં ઉમેરતા જ સ્વાદિષ્ટ બની ગયું." નાસ્તા સાથે 4 કલાકની ટ્રેન મુસાફરી, દરેક £ 11 માં ! ખરાબ નથી.' વીડિયોમાં, મહિલા વંદે ભારત ટ્રેનમાં સસ્તી ટિકિટ વિશે વાત કરી રહી છે, જ્યારે પેન્ટ્રી કારમાંથી નાસ્તો આવે છે. તેમને ડાયેટ મિક્સચર, કેરામેલ પોપકોર્ન, કેરીનો રસ અને ચા પાવડર મળે છે. પછી તેઓ કચોરી અને ડાયેટ મિક્સચરનો સ્વાદ લે છે, જેના તેઓ વખાણ કરે છે. અંતે, જ્યારે ચા આવે છે, ત્યારે વ્લોગર દંપતી તેને ચૂસકી લે છે, અને પહેલી ચૂસકીમાં જ તેને વધાવી લે છે. સુગંધથી લઈને આ આદુ ચાના સ્વાદ સુધી બધું જ તેમને પ્રભાવિત કરે છે.

Advertisement

યુઝર્સની રસપ્રદ પ્રતિક્રિયાઓ

ઘણા ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા આ વિડિઓ પર પ્રતિક્રિયા આપી છે. એક વપરાશકર્તાએ લખ્યું, "વંદે ભારત ટ્રેન તે લોકો માટે ખૂબ જ અનુકૂળ છે, જેઓને તે પરવડી શકે છે. તમારી મુસાફરીનો આનંદ માણો. શુભકામનાઓ." બીજા વપરાશકર્તાએ લખ્યું, "છેવટે, કેટલાક વિદેશીઓ (British Vlogger In Vande Bharat Train) ભારતનો સારો પક્ષ બતાવી રહ્યા છે અને તે પણ બજેટમાં છે." ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, "તમે સારા લોકો છો. ભારતમાં આપનું સ્વાગત છે." ચોથા વપરાશકર્તાએ લખ્યું, "ભારતની મુલાકાત લેવા બદલ આભાર. અમારી ટ્રેનો વિશેની તમારી સકારાત્મક ટિપ્પણીઓ વિશ્વભરના લોકોએ જોઈ છે."

Advertisement

આ પણ વાંચો -----  બે વખત રિજેક્શન બાદ વિદેશી યુવતિને ભારતના વિઝા મળ્યા, લખ્યું, 'આખરે હું ઘરે આવી ગઇ'

Tags :
Advertisement

.

×